fbpx

કેપ્ટન રોહિત શર્માએ કહી દીધી દિલ જીતનારી વાત, આ ખેલાડીને ગણાવ્યો ટીમનો અસલી હીરો

Spread the love

રોહિત શર્માએ પોતાના કેપ્ટન્સીની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે. પહેલી 3 અલગ અલગ ટીમોને T20 ફોર્મેટમાં ક્લીન સ્વીપ કરી અને હવે રોહિતની સેનાએ ટેસ્ટ ક્રિકેટમાં પણ કમાલ કરવાની શરૂઆત કરી દીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને એક ઇનિંગ અને 222 રને હરાવી દીધી. રોહિત શર્માએ ટેસ્ટ મેચને એટલા મોટા અંતરથી જીત્યા બાદ પોતાના દિલની વાત કહી છે. રોહિત શર્માએ એ ખેલાડીઓને શ્રેય આપ્યો જે જીતના હીરો રહ્યા.

ટેસ્ટ કેપ્ટન્સીની શરૂઆત જીતથી કર્યા બાદ રોહિત શર્માએ રવિવારે કહ્યું કે ભારતે શ્રીલંકા વિરુદ્ધ 2 મેચોની સીરિઝની શરૂઆતી ટેસ્ટ મેચમાં બધા વિભાગોથી સારું પ્રદર્શન કર્યું. રવીન્દ્ર જાડેજાએ પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે નોટઆઉટ 175 રનની ઇનિંગ રમવા સાથે મેચમાં કુલ 9 વિકેટ લીધી જેથી શ્રીલંકન ટીમ સામેની સેચ 3 દિવસની અંદર જ એક ઇનિંગ અને 222 રનની મોટી જીત મેળવવામાં સફળ રહી. પહેલી ઇનિંગમાં 174 રન પર સમેટાયા બાદ શ્રીલંકન ટીમ બીજી ઇનિંગમાં 178 રન પર સમેટાઇ ગઈ.

રોહિત શર્માએ કહ્યું કે આ સારી શરૂઆત હતી. અમારા માટે આ ક્રિકેટની શાનદાર મેચ હતી. અમે બધા વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું. ઈમાનદારીથી કહું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એવી મેચ હશે જે 3 દિવસમાં સમાપ્ત થઈ જશે. રોહિત શર્માએ કહ્યું કે આ બેટિંગ માટે સારી પીચ હતી તેમાં થોડું ટર્ન હતું અને ફાસ્ટ બોલરોને પણ કંઈક મદદ મળી રહી હતી. ખેલાડીઓને ખૂબ શ્રેય જાય છે. તેમણે ખૂબ સારી બોલિંગ કરતા દબાવ બનાવ્યો અને શ્રીલંકન બેટ્સમેનો માટે વસ્તુ સરળ ન થવા દીધી અને નિયમિત રૂપે વિકેટ લીધી. ભારતીય ક્રિકેટ માટે આ સારા સંકેત છે. ખૂબ સારા શાનદાર પ્રદર્શન રહ્યા.

વિરાટ કોહલી માટે ઉપલબ્ધિ ભરી મેચ રહી અને અમે સૌથી પહેલા આવીને આ ટેસ્ટ જીતવા માગતા હતા. આ રીતે મોટા વ્યક્તિગત પ્રદર્શન જોવું શાનદાર છે. રોહિત શર્માએ કહ્યું કે રમતનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રવીન્દ્ર જાડેજા હતો. એક સવાલ હતો કે દાવ ડિક્લેર કરવામાં આવે કે નહીં. આ ટીમનો નિર્ણય હતો, રવીન્દ્ર જાડેજાનો પાછા આવવાનો નિર્ણય દેખાડે છે કે તે કેટલો નિઃસ્વાર્થ છે. રોહિત શર્માનું માનવું છે કે રવીન્દ્ર જાડેજા આ મેચનો અસલી હીરો હતો.

રવીન્દ્ર જાડેજાએ જ્યાં વ્યક્તિગત ઉપલબ્ધિ હાંસલ કરી તો રવિચંદ્રન અશ્વિને કપિલ દેવ (131 મેચમાં 434 વિકેટ)ને પાછળ છોડી દીધા અને હવે 436 વિકેટ લઈને ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. રવિચંદ્રન અશ્વિન આ રીતે અનિલ કુંબલેની 619 વિકેટના રેકોર્ડથી પાછળ છે. તો રોહિત શર્મા બીજો ભારતીય કેપ્ટન બની ગયો જેણે કેપ્ટન્સીની જવાબદારી સંભાળ્યા બાદ પહેલી જ મેચમાં ટીમને એક ઇનિંગથી જીત અપાવી હોય. પોલી ઉમરીગર પહેલો ભારતીય કેપ્ટન હતો જેની આગેવાનીમાં ભારતે વર્ષ 1955-56મા મુંબઇમાં ન્યૂઝીલેન્ડની ટીમને એક ઇનિંગ અને 27 રને હરાવી હતી.

This image has an empty alt attribute; its file name is Presentation1-1024x576.jpg
error: Content is protected !!
%d bloggers like this: