fbpx

બે વર્લ્ડ કપ જીતનારી ટીમનો હિસ્સો રહેલા આ ખેલાડીએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

Spread the love

બુધવારે એસ. શ્રીસંતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. વર્ષ 2007ના T20 વર્લ્ડ કપ અને વર્ષ 2011ના વર્લ્ડ કપની વિજેતા ભારતીય ટીમનો સભ્ય રહી ચૂકેલા શ્રીસંતે સોશિયલ મીડિયા પર પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તે હાલમાં રણજી ટ્રોફીમાં કેરળ તરફથી રહી રહ્યો હતો પરંતુ ઇજા થવાના કારણે તેને હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો. શ્રીસંતે આ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ના ઓક્શનમાં પણ નામ રાખ્યું હતું પરંતુ કોઈ ટીમે ખરીદ્યો નહોતો.

આ સતત બીજી વખત હતું જ્યારે તેને કોઈ ટીમે લેવામાં રસ દાખવ્યો નથી. ફાસ્ટ બોલરે ભારતીય ટીમ માટે 27 ટેસ્ટ અને 53 વન-ડે મેચોમાં ક્રમશઃ 87 અને 75 વિકેટ લીધી છે. એ સિવાય 10 T20 ઇન્ટરનેશનલ મેચોમાં તેના ખાતામાં 7 વિકેટ નોંધાયેલી છે. શ્રીસંતે સોશિયલ મીડિયા પર પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાણકારી આપતા લખ્યું કે ‘આગામી પેઢીના ક્રિકેટરો માટે.. મેં મારી પ્રથમ શ્રેણીની ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મારો પોતાનો છે.

જોકે હું જાણું છું કે તેનાથી મને ખુશી નહીં મળે પરંતુ આ મારા જીવનમાં નિર્ણય લેવાનો યોગ્ય સમય છે. મેં દરેક સમયે તેનો આનંદ લીધો છે. IPLમાં તે રાજસ્થાન રોયલ્સ સિવાય પંજાબ કિંગ્સ (એ સમયે કિંગ્સ ઇલેવન પંજાબ)નો હિસ્સો રહી ચૂક્યો છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે વર્ષ 2013ની સ્પોટ ફિક્સિંગ બાદ IPL રમી નથી. બેન હટ્યા બાદ તેણે બીજી વખત IPL ઓક્શનમાં આ વખત પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું પરંતુ 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ રાખવા છતા કોઈ પણ ટીમે તેને ખરીદ્યો નથી.

ત્યારબાદ તેણે ટ્વીટર અકાઉન્ટ પર રક મોટિવેશનલ વીડિયો પોસ્ટ કર્યો હતો. શ્રીસંત પર મેચ ફિક્સિંગના કારણે વર્ષ 2013મા આજીવન પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો પરંતુ તેના 2 વર્ષ બાદ જ સ્પેશિયલ કોર્ટે બધા આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો. વર્ષ 2019મા BCCIના લોકપાલ ડી.કે. જૈને તેના પ્રતિબંધોને ઘટાડીને 7 વર્ષ કરી દીધા હતા જે સપ્ટેમ્બર 2020મા સમાપ્ત થઈ ગયા હતા. તેણે ટ્વીટર પર બે વીડિયો પણ પોસ્ટ કર્યા છે. આ વીડિયોમાં તેણે ભારે મનથી સંન્યાસ લેવાની જાણકારી આપી છે. તેને લખ્યું કે પોતાના પરિવાર, સાથીઓ અને દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. આખરે દરેક આ રમતને ખૂબ પ્રેમ કરે છે. ખૂબ દુઃખ સાથે અફસોસ કર્યા વિના હું ભારે મનથી કહું છું કે ભારતીય ઘરેલુ (પ્રથમ શ્રેણી અને બધા ફોર્માતા) ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું.

શ્રીસંતે ઇન્ટરનેશનાં ક્રિકેટમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ માર્ચ 2006મા નાગપુરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ્યારે છેલ્લી ટેસ્ટ પણ ઓગસ્ટ 2011માં ધ ઓવલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. એ સિવાય તેણે વન-ડે કરિયરની શરૂઆત ઓક્ટોબર 2005મા નાગપુરમાં શ્રીલંકા વિરુદ્ધ કરી હતી. શ્રીલંકા વિરુદ્ધ જ તેણે એપ્રિલ 2011મા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લી વન-ડે મેચ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકન ટીમને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રીસંતે પોતાની પહેલી T20 ઇન્ટરનેશનલ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જ્યારે છેલ્લી T20 મેચ ફેબ્રુઆરી 2008મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી.

This image has an empty alt attribute; its file name is Presentation1-1024x576.jpg
error: Content is protected !!
%d bloggers like this: