fbpx

25 મહિના બાદ બાબર આઝમે સદી ફટકારી, આવી રીતે કર્યું સેલિબ્રેશન, જુઓ વીડિયો

Spread the love

પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ફરી એકવાર પોતાની તોફાની બેટિંગનો પરિચય આપ્યો છે. જ્યારે પાકિસ્તાનને આઝમની સૌથી વધુ જરૂર હતી ત્યારે આઝમ ટીમ માટે મોટી વોલ બનીને આવ્યો હતો. પાકિસ્તાનની બેટિંગ લાઈનની કરોડરજ્જુ સમાન આ બેટ્સમેને કરાચીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. આકર્ષક સદી પછી, રાઈટી બેટ્સમેન તેની ટીમને ખાતરી આપવા માટે ડ્રેસિંગ રૂમ તરફ જોઈને આશ્વાસન આપ્યું કે તે હજું ટીમ માટે ઊભો છે. બાબર આઝમના ‘મૈં હૂં ના’ સેલિબ્રેશનને સોશિયલ મીડિયા પર યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે.

સદી ફટકાર્યા પછી, બાબર આઝમે ડ્રેસિંગ રૂમ તરફ જોયું અને તેના સાથી ખેલાડીઓને સંકેત આપ્યો કે તે પાકિસ્તાનને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે હજુ પણ પીચ પર છે. આ સદી ફટકાર્યા બાદ બાબર આઝમની પ્રતિક્રિયા પણ જોવા જેવી હતી, તે ખૂબ જ ખુશ હતો કારણ કે આ સદી તેને 25 મહિના પછી ફટકારી છે. તે ફેબ્રુઆરી 2020થી સદી ફટકારી શક્યો ન હતો.

જ્યારે પાકિસ્તાને તેનો બીજો દાવ શરૂ કર્યો ત્યારે તેઓ ભારે પ્રેશરમાં હતો. કારણ કે તેમને જીતવા માટે 506 રનનો અશક્ય ટાર્ગેટ ચેઝ કરવાનો હતો. પાકિસ્તાને એની પ્રથમ બે વિકેટ માત્ર 21 રનમાં ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન ટીમનો મેચ પર સંપૂર્ણ દબદબો હતો. પરંતુ બાબર આઝમે આવીને દોર ખુલ્લો મૂકીને મેચનું પાસુ પલટાવી દીધું હતું. બાબરે આઝમે તેના પાર્ટનર અબ્દુલ્લા શફીક સાથે મળીને ઓસ્ટ્રેલિયાની બોલિંગ આક્રમણનો જોરદાર સામનો કર્યો હતો.

પાકિસ્તાનના બંને બેટ્સમેને ત્રીજી વિકેટ માટે 171 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. જ્યારે આઝમ 102 રન પર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે શફીકે 226 બોલમાં 71 રનની ઇનિંગ રમી છે. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોન અને કેમેરોન ગ્રીને એક-એક વિકેટ લીધી હતી.

રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ બંને પક્ષો વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં 0-0 પર છે. બીજી ટેસ્ટ મેચમાં હજુ પાંચમા દિવસની ગેમ રમવાની બાકી છે અને પાકિસ્તાનને આ મેચ જીતવા માટે 314 રન બનાવવાના છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ જીતથી 8 વિકેટ દૂર છે. ચોથા દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાનની ટીમે બે વિકેટના નુકસાને 192 રન બનાવી લીધા હતા.

This image has an empty alt attribute; its file name is Presentation1-1024x576.jpg
error: Content is protected !!
%d bloggers like this: