fbpx

રિષભ પંત MS ધોનીને પણ પાછળ છોડી શકે છે, ભારતીય દિગ્ગજ ખેલાડીનો દાવો

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત શ્રેષ્ઠ પ્રતિભાઓમાંના એક તરીકે ઉભરી આવ્યા છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પડછાયા હેઠળ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર પંત હાલમાં કોઈપણ ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. તે પોતાની રમત દ્વારા ચાહકોનો પ્રિય ક્રિકેટર છે. ભારતના આ 24 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેને તાજેતરમાં જ શ્રીલંકા સામે શાનદાર બેટિંગ કરી હતી. જેમાં ભારતે 2-0થી જીત મેળવી હતી. આ સીરીઝ દરમિયાન ઋષભ પંતે માત્ર બેટથી જૌહર જ બતાવ્યું ન હતું પરંતુ વિકેટકીપિંગમાં પણ પોતાનો જલવો દેખાડ્યો હતો.

ઋષભ પંત જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે તે જોયા બાદ ઘણા પૂર્વ ક્રિકેટરોએ તેની પ્રશંસા કરી છે. આમાંના એક ભૂતપૂર્વ ક્રિકેટરનો દાવો છે કે પંત ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કરતાં વધુ સારો વિકેટ કીપર બેટ્સમેન બની શકે છે. કારણ કે પંતે બહુ ઓછા સમયમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફર(Wasim Jaffer)નું માનવું છે કે પંત ભૂતપૂર્વ વિકેટકીપર MS ધોનીને પાછળ છોડી શકે છે.

પંત ધોની કરતા સારો હોઈ શકે છે

ક્રિકઇન્ફો(Crickinfo) સાથેની વાતચીત દરમિયાન વસીમ જાફરે કહ્યું, હા, ઋષભ પંત એવો ખેલાડી છે જે ચોક્કસપણે મહેન્દ્ર સિંહ ધોની કરતાં વધુ સારો વિકેટ કીપર બેટ્સમેન બની શકે છે, તે આટલી નાની ઉંમરમાં ઘણી મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી ચૂક્યો છે. જાફરે વધુમાં કહ્યું કે, હું માનું છું કે આવનારા 8-10 વર્ષમાં તે ખૂબ જ પરિપક્વ થઈ જશે અને વધુ અનુભવ સાથે તે MS ધોની કરતા વધુ સારો બની શકે છે.

શ્રીલંકા સામે આવું રહ્યું પ્રદર્શન

શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ શ્રેણીમાં ઋષભ પંતના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે મોહાલી ટેસ્ટમાં 97 બોલમાં 96 રન બનાવ્યા હતા. આ પછી બેંગ્લોર ટેસ્ટમાં તેણે ટોપ પર બેટિંગ કરતા 28 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે પૂર્વ કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. તે ભારત માટે ટેસ્ટમાં સૌથી ઝડપી અર્ધશતક ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. તે જ સમયે, જો આપણે આખી ટેસ્ટ શ્રેણી પર નજર કરીએ તો, 185 રન બનાવવા ઉપરાંત, પંતે વિકેટ પાછળ જડપ બતાવતા 8 કેચ પણ લીધા હતા.

This image has an empty alt attribute; its file name is Presentation1-1024x576.jpg
error: Content is protected !!
%d bloggers like this: