fbpx

સુનીલ ગાવસ્કરની ભવિષ્યવાણી આ ખેલાડી અનિલ કુંબલેનો રેકોર્ડ તોડી શકે છે

Spread the love

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને શ્રીલંકા સામે 12 વિકેટ ઝડપીને ક્રિક્રેટના દિગ્ગજોને પછાડી દીધા છે. સાથે જ અશ્વિન ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 100 વિકેટ હાંસલ કરનારો પહેલો બોલર બની ગયો છે.

શ્રીલંકા સામેની સીરિઝમાં 12 વિકેટ લેવાની સાથે  ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 442 વિકેટ સાથે એકસાથે 4 ખેલાડીઓને પાછળ છોડીને વિશ્વ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે 8મા નંબર પર પહોંચી ગયો છે. અશ્વિને, રિચર્ડ હેડલી (431),કપિલ દેવ (434),રંગના હેરાથ (433) અને ડેલ સ્ટન (439)ને પાછળ છોડી દીધા છે. હવે અશ્વિનની સામે અનિલ કુંબલેનો રેકર્ડ બ્રેક કરવાનો લક્ષ્ય છે. અનિલ કુંબલેનો 619 વિકેટનો રેકર્ડ છે. 

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ રવિચંદ્રન અશ્વિન માટે એક ભવિષ્યવાણી કરી છે. 35 વર્ષના અશ્વિન હાલના સમયમાં ભારતીય બોલર તરીકે ટેસ્ટ વિકેટ લેવાના મામલે બીજા નંબર પર છે. રવિચંદ્રન અશ્વિનની આગળ ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલે 619 વિકેટો સાથે પહેલા નંબર પર છે.  અનિલ કુંબલેના રેકોર્ડ વિશે સુનીલ ગાવસ્કરે કહ્યું કે , હજુ તો ઘણી લાંબી મજલ કાપવાની છે, આપણે ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છીએ, પરંતુ અશ્વિન આ કરવા માટે સક્ષમ છે કારણ કે તેનું પ્રદર્શન શ્રેષ્ઠ થઇ રહ્યું છે.

સુનીલ ગાવસ્કરે સાથે રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહની પણ  સરખામણી કરી હતી. ગાવસ્કરના મતે બનેં ખેલાડીઓ એકસરખો અભિગમ ધરાવે છે. તેમણે કહ્યુ કે ટેસ્ટ ક્રિક્રેટમાં પ્રવેશનાર જસપ્રીત બુમરાહ બિલકુલ તેના જેવો જ છે. બુમરાહ પણ હમેંશા  પોતાના પ્રદર્શનમાં વધારો કરવામાં માને છે. અશ્વિન પણ આ જ કરે છે. ગાવસ્કરે કહ્યું કે બનેં ખેલાડીઓ એવા છે જે હમેંશા એકસપેરિમેન્ટ કરવામાં માનનારા છે અને પ્રયોગ કરવાથી ડરતા નથી. તેમનો એપ્રોચ પ્રયોગ કરીને બેટ્સમેનના મનમાં શંકા પેદા કરવાનો હોય છે. અશ્વિન અને બુમરાહનું એકસરખું પાસું એ છે કે બનેં આક્રમક બોલરો છે અને વિકેટ હાંસલ કરવા માંગે છે.

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે બેંગલુરુ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 5 વિકેટ મેળવી હતી. અશ્વિન તાજેતરમા જ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 100 વિકેટ લેનાર દુનિયાનો પહેલો બોલર બની ગયો છે. અશ્વિન હજુ પણ અનિલ કુંબલેથી 177 વિકેટ દુર છે. અશ્વિને 86 ટેસ્ટમાં અત્યાર સુધીમાં 442 વિકેટ પોતાના નામે કરી છે. અશ્વિનના નામે વન-ડે ક્રિકેટમાં 151 અને T-20માં 61 વિકેટ નોંધાયેલી છે.

This image has an empty alt attribute; its file name is Presentation1-1024x576.jpg
error: Content is protected !!
%d bloggers like this: