fbpx

સમાજની બેઠકમાં કોઈ રાજકીય વાર્તાલાપ નહીં થાય, યોગ્ય સમયે જવાબ આપીશઃ જયેશ રાદડિયા

Spread the love

આજે રાજકોટમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં સક્રિય થવાના એંધાણ વચ્ચે પટેલ સમાજની એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું નેતૃત્વ જયેશ રાદડિયા કરી રહ્યા છે. બે વર્ષ બાદ આ બેઠક યોજાઈ રહી છે. એમાં પણ વિધાનસભાની ચૂંટણી પહેલા આ બેઠક યોજાઈ રહી છે. એટલે સૌની નજર આ બેઠક પર છે. બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ આવવાના છે. જોકે, કોઈ રાજકીય વાર્તાલાપ થાય છે કે નહીં એ પર ખાસ નજર રખાશે.

આ બેઠક મામલે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, સમાજની આજની બેઠકમાં રાજકીય વાર્તાલાપ નહીં થાય. યોગ્ય સમયે જવાબ આપીશ. જયેશ રાદડિયા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારકા, નાથદ્વારા સહિત યાત્રાધામમાં ચાલતા સમાજના પ્રમુખ છે. જોકે, સમાજની આ બેઠક કેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે એના પર સૌની નજર છે. માત્ર સામાજિક નહીં રાજકીય જગતના લોકોની મીટ મંડાયેલી રહેશે. સહકારી જગતમાં જયેશ રાદડિયા ઘણી રીતે વિવાદમાં રહ્યા છે.

ખાસ કરીને ભરતીને લઈને બેંક વિવાદમાં અટવાય છે. જેમાં ભાજપનું જ જુથ એની સામે વિરોધમાં ઊભું રહ્યું હતું. જેના ડંકા છેક ગાંધીનગર સુધી પડઘાયા હતા. ત્યારે સમાજની આ બેઠક પણ ખૂબજ મહત્ત્વની માનવામાં આવે છે. ભાજપના સભ્ય નીતિન ઢાંકેચા, વિજય સખિયા, પુરુષોત્તમ સાવલિયા અને હરદેવસિંહ જાડેજાએ છ દિવસ પહેલા ગાંધીનગરની મુલાકાત લીધી હતી. જેમાં આ અંગે રજૂઆત કરાઈ હતી. જિલ્લા બેંકમાં કથિત ભરતીકૌભાંડ ચાલતું હોવાનું જણાવાયું અને એ પાછળ જયેશ રાદડિયા હોવાનો આક્ષેપ કર્યો. જ્યારે વિઠ્ઠલ રાદડિયા બેંકના ચેરમેન હતા વર્ષ 2002માં બોર્ડ મીટિંગમાં ઠરાવ કરીને ભરતીની તમામ સત્તા ચેરમેનને આપી દીધી હતી. એટલે આ ભરતીકૌભાંડમાં જયેશ રાદડિયાની સીધી સંડોવણી હોવાનો આ તમામ લોકોનો આક્ષેપ છે. જોકે, આ મામલે જયેશ રાદડિયાએ ખાસ કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. એ પહેલા જયેશ રાદડિયા અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે એક મુલાકાત થઈ હતી.

છેલ્લા કેટલાક દિવસોથી નરેશ પટેલના નિર્ણય પર સૌ રાજકીય પક્ષોની નજર છે. પણ એમનું કહેવું સ્પષ્ટ છે કે, સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ. જોકે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને આ વ્યક્તિની આશા રાખી રહ્યા છે. એવામાં પૂર્વમંત્રી વિજય રૂપાણીનો સંકેત પણ રાજકીય હેતુથી ભાજપ તરફી હોવાનું સ્પષ્ટ થાય છે. બાલાજી વેફરના ચંદુભાઈ વિરાણીએ તો ચોખ્ખું કહી ચૂક્યા છે કે,
નરેશભાઈએ રાજકારણમાં ન જોડાવવું જોઈએ. એને આસ્થાના ધામને લઇ લોકો પૂજે છે. રાજકારણમાં જવાથી એમનું સ્તર નીચું આવી જશે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ સ્પષ્ટ કર્યું કે, મારા મતે અત્યારે નરેશભાઈનું સ્થાન એ ખૂબ જ ઊંચું સ્થાન છે. તેમણે રાજકારણમાં જોડાવવું જોઇએ નહીં.

This image has an empty alt attribute; its file name is Presentation1-1024x576.jpg
error: Content is protected !!