fbpx

લખનૌ સુપર જાયન્ટ્સને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી ટૂર્નામેન્ટથી થયો બહાર

Spread the love

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ને ટૂર્નામેન્ટ શરૂ થવા પહેલા જ જબરદસ્ત ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વૂડ ઇજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. માર્ક વૂડને જમણી કોણીમાં ઇજા થઈ છે. IPLની આગામી સીઝનની શરૂઆત 26 માર્ચથી મુંબઇમાં થશે. પહેલી મેચમાં ગત વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) વિરુદ્ધ થવા જઈ રહી છે.

કે.એલ. રાહુલની કેપ્ટન્સીવાળી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પોતાના અભિયાનની શરૂઆત 28 માર્ચથી હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ગુજરાત ટાઈટસ (GT) વિરુદ્ધ કરશે. એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ માર્ક વૂડને ગત અઠવાડિયે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ દરમિયાન જમણી કોણીમાં ઇજા થઇ હતી જેના કારણે 26 માર્ચથી શરૂ થનારી IPLની સીઝનથી બહાર થઇ ગયો છે. તેને નવી ટીમ લખનૌ સુપર જાયન્ટસે ગયા મહિને થયેના ઓક્શનમાં 7.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

હાલના સમયમાં સીમિત ઓવર્સની ક્રિકેટમાં શાનદાર બોલરોમાં સામેલ માર્ક વૂડ સાઉન્ડ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ મેચમાં માત્ર 17 ઓવર જ ફેકી શક્યો હતો. માર્ક વૂડે બીજી ઇનિંગમાં બોલિંગ પણ કરી નહોતી. આ પહેલા ઇંગ્લેન્ડના વધુ 2 ખેલાડી પણ પોત પોતાની ફ્રેન્ચાઇઝીને ઝટકો આપી ચૂક્યા છે. વિસ્ફોટક ઓપનર જેસન રોયને ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો હતો જ્યારે એલેક્સ હેલ્સ કોલકાતા નાઇટ રાઈડર્સની ટીમનો હિસ્સો હતો. માર્ક વૂડની જગ્યા કોણ લેશે ફ્રેન્ચાઇઝીએ હજુ તેની જાહેરાત કરી નથી.

માર્ક વૂડ બહાર થવાથી લખનૌ સુપર જાયન્ટ્સને હવે પોતાના પ્લાનમાં ફેરબદલ કરવો પડશે. ફ્રેન્ચાઇઝી પાસે ઓવરસીઝ પેસરના વિકલ્પમાં વેસ્ટ ઈન્ડીઝનો ઓલરાઉન્ડર જેસન હોલ્ડર, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ અને શ્રીલંકાનો પેસર દૂષ્મંથા ચમીરા છે. કેટલીક શરૂઆતી મેચોમાં લખનૌ સુપર જાયન્ટ્સને જેસન હોલ્ડર અને માર્કસ સ્ટોઇનિસની સેવા નહીં મળી શકે. બંને આ સમયે પોતાની રાષ્ટ્રીય ટીમ સાથે ઇન્ટરનેશનલ સીરિઝ રમી રહ્યા હશે. ઓસ્ટ્રેલિયન ટીમ આ સમયે પાકિસ્તાનના પ્રવાસે છે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડીઝ સાથે સીરિઝ રમી રહી છે.

લખનૌ સુપર જાયન્ટસની ટીમ:

કે.એલ. રાહુલ (કેપ્ટન),માર્કસ સ્ટોઇનિસ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ક્વિન્ટન ડીકોક, માર્ક વૂડ, મનીષ પાંડે, જેસન હોલ્ડર, દીપક હુડ્ડા, કૃણાલ પંડ્યા, અંકિત રાજપૂત, કૃષ્ણપ્પા ગૌતમ, દૂષ્મંથા ચમીરા, શાહબાજ નદીમ, મનન વોહરા, મોહસિન ખાન, કાઈલ મેયર્સ, કરણ શર્મા, આયુષ બદોની, એવિન લુઇસ, મયંક યાદવ.

This image has an empty alt attribute; its file name is Presentation1-1024x576.jpg
error: Content is protected !!
%d bloggers like this: