fbpx

‘ ધ કાશ્મીર ફાઇલ’ બનાવનાર વિવેક અગ્નિહોત્રીને સરકારે આપી Y કેટેગરીની સુરક્ષા

Spread the love

કાશ્મીરી પંડિતોની કહાની પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હાલના દિવસોમાં ખૂબ લાઇમલાઇટમાં છે. આ ફિલ્મનું ડિરેક્શન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. તેમને આખા ભારતમાં CRPF કવર સાથે Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ફિલ્મ વર્ષ 1990મા કાશ્મીરી પંડિતોના થયેલા નરસંહાર બાબતે દેખાડવામાં આવ્યું છે. મોટા ભાગના શહેરોમાં સિનેમાઘરોમાં હાઉસફુલ શૉ થઈ રહ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ બનાવીને ઘર ઘરમાં હિંસાની ઘટનાને લોકો સુધી પહોંચાડી દીધી છે.

કાશ્મીરી આતંકવાદી તાકતો એક્સપોઝ થઈ ગઈ છે ત્યારબાદ કાશ્મીરીયત અને કાશ્મીરમાં શાંતિની વાતો કરનારા દ્વિમુખી લોકો એ હદ સુધી નિરાશ થઈ ગયા છે કે તેમના ઇશારા પર કેટલાક મુઠ્ઠીભર લોકો વિવેક અગ્નિહોત્રીને ધમકીઓ આપી રહ્યા છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સની આખા દેશમાં ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી અને મિથુન ચક્રવર્તીએ એક્ટિંગ કરી છે. ફિલ્મને હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં કર મુક્ત જાહેર કરી દેવામાં આવી છે.

તો કેટલાક લોકો તેને આખા ભારતમાં ટેક્સ મુક્ત કરવાની માગણી કરી રહ્યા છે. ફિલ્મ જોનારા મોટા ભાગના લોકોનું કહેવું છે કે ફિલ્મમાં 1990ના સમયમાં કાશ્મીરી પંડિતો પર થયેલા જુલમને દેખાડવામાં આવ્યો છે. બુધવારે એટલે ફિલ્મની રીલિઝના છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર 19 કરોડ રૂપિયાનું કલેક્શન હાંસલ કર્યું છે. આ ફિલ્મની અત્યાર સુધીની સિંગલ ડેમાં સૌથી વધારે કમાણી છે કેમ કે મંગળવારે ફિલ્મે 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે જલદી જ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરવાની છે.

આ ફિલ્મની કમાણીના આંકડાઓથી અનુપમ ખેર પણ ખૂબ જ ખુશ છે. તેમણે ફિલ્મની કમાણીને લઈને એક ટ્વીટ કરી છે. તેમણે આ ફિલ્મની સફળતાને ફિલ્મ જગતની જીત બતાવી છે. તેમને કોરોના કાળ બાદ કોઈ ફિલ્મ આ રીતે હિટ થવાને શુભ બતાવી છે. ફિલ્મે બધાને સરપ્રાઈઝ કર્યા છે. ઓપનિંગ ડે પર આ ફિલ્મ 700 સ્ક્રીન પર રીલિઝ થઈ હતી જ્યારે ટિકિટ બારી પર ધસારો જોવા મળતા રવિવારથી તેની સ્ક્રીન્સની સંખ્યા વધારીને 2000 કરતા વધુ કરી દેવામાં આવી છે. તેની સીધી અસર કમાણી પર થઈ. ફિલ્મે રવિવારે 15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જ્યારે સોમવારે કામકાજનો સમય હોવા છતા ફરી 15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, જે પોતાની જાતમાં ઐતિહાસિક છે.   

This image has an empty alt attribute; its file name is Presentation1-1024x576.jpg
error: Content is protected !!