fbpx

IPL-PSLની તુલના કરી રહ્યો હતો પાકિસ્તાની પત્રકાર, ઉથપ્પાએ કરી દીધી બોલતી બંધ

Spread the love

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝન 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચમાં ગત વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો ગત વર્ષની ફાઇનાલિસ્ટ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે. આ લોભામણી T20 લીગને લઈને પાકિસ્તાનમાં કંઈક વધારે જ ચર્ચાઓ થતી રહે છે અને પાકિસ્તાન સુપર લીગ (PSL) સાથે તેની તુલના કરવામાં આવે છે. આ અનુસંધાને IPLની શરૂઆત પહેલા પાકિસ્તાનના એક પત્રકારે ફ્રેન્ચાઇઝી બેઝ્ડ બાબતે ટ્વીટ કરી હતી. પાકિસ્તાની પત્રકારે સ્વીકાર કર્યો કે IPL અને PSL વચ્ચે કોઈ તુલના નથી.

પાકિસ્તાની પત્રકારે ટ્વીટ કરી કે પાકિસ્તાન સુપર લીગ અને IPL વચ્ચે કોઈ તુલના નથી. PSLની શરૂઆત વર્ષ 2016મા થઈ હતી જ્યારે IPLની શરૂઆત વર્ષ 2008મા થઇ હતી. જોકે કોઈએ એ સ્વીકારવું પડશે કે PSLએ દુનિયાભરમાં લોકપ્રિયતા હાંસલ કરી છે જ્યારે અન્ય બોર્ડ્સે પણ પોતાની લીગ રજૂ કરી હતી જ્યારે IPLની શરૂઆતના સમયે બજારમાં કોઈ પ્રતિદ્વંદ્વી નહોતો. ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ પાકિસ્તાન પત્રકારની આ ટ્વીટનો જવાબ આપ્યો છે. રોબિન ઉથપ્પાએ બે ચાર શબ્દોમાં જવાબ આપતા લખ્યું કે IPLએ માર્કેટ બનાવી છે.

IPL 2022ના મેગા ઓક્શન દરમિયાન રોબિન ઉથપ્પાને ચેન્નાઈ સુપર કિંગ્સે 2 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદી લીધો હતો. IPL 2022 દરમિયાન જમણા હાથના આ બેટ્સમેને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કેટલીક મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે ગયા વર્ષે પોતાનું ચોથું IPL ટાઇટલ જીત્યું હતું. રોબિન ઉથપ્પાએ અત્યાર સુધી 193 IPL મેચ રમી છે જેમાં તેણે 27.94ની એવરેજથી 4722 રન બનાવ્યા છે. જમણા હાથના આ બેટ્સમેનના નામે 25 અરધી સદી નોંધાયેલી છે.

રોબિન ઉથપ્પા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવા પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો અભિન્ન અંગ હતો. રોબિન ઉથપ્પા રહેતા કોલકાતા નાઈટ રાઇડર્સે બે વખત IPL ટાઇટલ જીત્યું હતું. IPL અને PSL વચ્ચે તુલના કરવી બેઈમાનીવાળી વાત હશે. IPL અને PSLમા પ્રાઇઝ મની અને ખેલાડીઓની સેલેરીમાં જમીન આકાશનો ફરક છે. IPLમા ખેલાડીઓને ખરીદવા માટે ઓક્શનની પ્રક્રિયા અપનાવવામાં આવે છે તો પાકિસ્તાન સુપર લીગમાં ડ્રાફ્ટ પ્રણાલીનો ઉપયોગ થાય છે.

This image has an empty alt attribute; its file name is Presentation1-1024x576.jpg
error: Content is protected !!
%d bloggers like this: