fbpx

દેશ ભૂલ્યો નથી…છતા પણ ભાષણ આપો છો,કાયદા મંત્રીના નિવેદન પર ખડગેએ કર્યો પલટવાર

Spread the love

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાયદા મંત્રી કિરેન રિજિજૂના ‘અંદરોઅંદર લડવાનો કોઈ ફાયદો નથી’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્ર અને ન્યાયતંત્ર વચ્ચે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે રિજિજૂએ કૉલેજિયમનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કાર્યપાલિકા અને ન્યાયતંત્રને સાથે મળીને કામ કરવાની જરૂર છે અને અંદરોઅંદર લડવાનો કોઈ ફાયદો નથી. આનો જવાબ આપતા ખડગેએ કહ્યું કે એક ન્યાયાધીશના રહસ્યમય મૃત્યુ, ન્યાયાધીશોના મહત્વપૂર્ણ નિર્ણય પહેલા તાત્કાલિક ટ્રાન્સફરને દેશ ભૂલી શક્યો નથી. કોંગ્રેસના નેતાએ કહ્યું કે આમ છતાં, કાયદા મંત્રી ભાષણ આપી રહ્યા છે કે અંદરોઅંદર લડવાનો કોઈ ફાયદો નથી.

ખડગેએ એમ પણ કહ્યું કે બંધારણ આજે ફંડામેંટલ ક્રાઈસિસનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સંસ્થાઓમાં RSSની પહોંચને કારણે આ સંકટ ઊભું થયું છે. તેમણે કહ્યું કે સરકાર પોતે અને તેની સંસ્થાઓએ RSS સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે ત્યાં સુધી કહ્યું કે RSS એક એવી સંસ્થા છે જે સોશિયલ સર્વિસના નામે સમાજમાં નફરત ફેલાવી રહી છે.

મલ્લિકાર્જુન ખડગેએ મોટો આરોપ લગાવતા કહ્યું કે ભાજપ RSS માટે વિકલ્પ તરીકે હિંસા સૌથી પહેલા છે. તેમણે એમ પણ કહ્યું કે સાર્વજનિક રીતે અને સંસ્થાઓમાં બાળકોને હથિયારોની ટ્રેનિંગ આપવામાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, તમામ સાર્વજનિક વિસ્તારોમાં નૈતિક નજર છે. ગોપનીયતા નાબૂદ કરવામાં આવી રહી છે. નાગરિકો અને નાગરિક સમાજ પર તેમનો અવાજ ઉઠાવવા બદલ સત્તાના ટોચના લોકો દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું વિપક્ષી નેતાઓ વિરુદ્ધ તપાસ એજન્સીઓના દુરુપયોગની, એસસી/એસટી વિરુદ્ધ હુમલાઓની નિંદા કરતા મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, અમે એક એવા મુકામે પહોંચી ગયા છીએ જ્યાં માત્ર લોકો વચ્ચે જ નહીં પરંતુ સરકારો અને રાજ્યો વચ્ચે પણ સંઘર્ષ વધી રહ્યો છે.

કાયદા મંત્રી કિરેન રિજિજૂએ શુક્રવારે બંધારણ દિવસના અવસર પર સુપ્રીમ કોર્ટની કોલેજિયમ સિસ્ટમને એલિયન ગણાવી હતી. તેમણે એવા આરોપોનો પણ જવાબ આપ્યો જેમાં સરકાર પર ન્યાયાધીશોની નિમણૂકમાં વિલંબ કરવાનો આરોપ લાગે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ ઘણી વખત કહ્યું છે કે કોલેજિયમની ભલામણો છતાં ન્યાયાધીશોની નિમણૂકમાં વિલંબ કરવામાં આવે છે. રિજિજૂએ કહ્યું કે ‘તો તમારે જાતે જ નિમયમુક કરી લેવી જોઈએ. તમે જાતે જ નિમણુક કરી લેતા…સરકારને ફાઇલ ના મોકલો.

error: Content is protected !!