fbpx

MCD: ભાજપના નેતા 15 વર્ષના કામનો હિસાબ આપતા નથી, આ મુદ્દાઓ પર માગી રહ્યા છે વોટ

Spread the love

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીમાં મતદાનનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ ભારતીય જનતા પાર્ટી (BJP)નો ચૂંટણી પ્રચાર આક્રમક થઇ રહ્યો છે. પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને MCD ચૂંટણીમાં ઉતારી દીધા છે. MCD ચૂંટણીમાં પાકિસ્તાન, ઇમરાન ખાન, રશિયા અને યુક્રેન યુદ્ધનું પણ નામ લઇને લોકો પાસે વોટ માગવામાં જઇ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે, 15 વર્ષથી MCD પર સત્તામાં રહેલી ભાજપે પાલિકામાં કરેલા કામોને કેમ ગણાવી રહી નથી?

તો એવા સવાલોથી ગિરિરાજ સિંહ બચતા નજરે પડ્યા. ભાજપના નેતા ગિરિરાજ સિંહ પણ MCD ચૂંટણીમાં ભાજપના પ્રચારમાં લાગી ગયા છે. તેમણે પ્રચાર દરમિયાન કહ્યું કે, મોદીએ ડંકાની ચોટ પર રશિયા અને યુક્રેનને કહ્યું કે, અમારા બાળકો ત્યાંથી નીકળવા માગે છે, તમે સિઝફાયર કરો, તેઓ 50,000 તિરંગા લઇને નીકળ્યા હતા કે નહીં? પરંતુ એ સમયે ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા. તેમના વિદ્યાર્થીઓ ગાળો આપી રહ્યા હતા. તેમને પણ ભારતના ઝંડા સાથે નીકળતા જોયા હતા કે નહીં?

દિલ્હી MCD ચૂંટણીમાં હવે ચીન, પાકિસ્તાન, ઇમરાન ખાન અને મસ્જિદની પણ એન્ટ્રી થઇ ચૂકી છે. કુંવર સિંહ નગરની નુક્કડ સભામાં ભાજપના કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પોતાના 20 મિનિટના ભાષણમાં ઇમરાન ખાનનો ઉલ્લેખ કર્યો અને કેજરીવાલ સરકારને ઘેરતા તેમણે મસ્જિદના ઇમામોને પગાર અને મંદિર-ગુરુદ્વારાના પૂજારીઓને નજરઅંદાજ કરવાના આરોપ લગાવી દીધા. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ મસ્જિદના ઇમામોને પગાર આપી રહ્યા છે, મંદિર-ગુરુદ્વારાના પૂજારીઓની શું ભૂલ છે? તેમને પગાર કેમ આપવામાં આવી રહ્યો નથી?

બિહારથી આવીને દિલ્હીમાં વસી ગયેલા મતદાતાઓને લોભાવવાનો પ્રયત્નમાં છેલ્લા બે દિવસોથી લાગેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને જ્યારે એક ન્યૂઝ ચેનલે સવાલ કર્યો તો તેઓ બચતા નજરે પડ્યા. ભાષણમાં ઇમરાન ખાનનો ઉલ્લેખ અને મદ્રેસાઓની વાત કરવા પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, બધી વસ્તુ બોલી રહ્યો છું. તો MCD ચૂંટણીમાં કેટલા દિવસ પ્રચાર કરવાના છો? આ સવાલ પર તેમણે કહ્યું કે, જ્યાં સુધી પાર્ટી લગાવશે. જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ભાજપ 15 વર્ષ પાલિકામાં રહી તો તેમના કામ કેમ ગણાવી રહ્યા નથી, તો સવાલનો જવાબ આપવાની જગ્યાએ પોતાના ડ્રાઇવરને કહ્યું ચાલો.

ભાજપે 10 કરતા વધુ કેન્દ્રીય મંત્રી ચૂંટણી પ્રચારમાં ગલી-ગલી પ્રચાર કરી રહ્યા છે. શનિવારે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પણ ચૂંટણી પ્રચાર કર્યો. પ્રચાર બાદ તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર નિશાનો સાધ્યો. MCD ચૂંટણીમાં રવિવારે ભાજપનો મેગા પ્રચાર શૉ છે, જેમાં ડઝન જેટલા કેન્દ્રીય મંત્રી અને કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી પણ સામેલ થશે. જો કે, ભાજપનો આ આક્રમક ચૂંટણી પ્રચાર કેટલીસર દેખાડશે, એ પરિણામ બતાવશે.

error: Content is protected !!