
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યુ કે, ગુજરાત સરકાર દારુબંધીનો અમલ કડક રીતે કરી શકતી ન હોય તો, પ્રતિબંધ ઉઠાવી લેવો જોઇએ કમસે કેમ લોકોને સારી ગુણવત્તા વાળો દારૂ તો પીવા મળે.
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ અયારે જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માંગ સાથે યુવા અધિકાર યાત્રા દાંડીથી શરૂ કરી છે. છોટા ઉદેપુરમાં ચૈતર વસાવાએ ગુજરાત સરકાર સામે નિશાન સાધીને આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સાથે જોડાયેલા વેપારીઓ ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે, દારુની દાણચોરી કરનારાને ભાજપ નેતાઓનું સમર્થન છે. વસાવાએ કહ્યુ કે, સરકાર કડક પ્રતિબંધ નથી લાદી શકત તો દારૂબંધી મૂક્ત કરી દેવી જોઇએ જેથી લોકો સારી ગુણવત્તાવાળો દારૂ પી શકે. ગુજરાતમાં ઘટીયા દારુ મળે છે.