fbpx

2024માં જો BJP હારી તો માર્કેટ 25% તૂટશે, જાણો શા માટે જેફરીઝે આ વાત કહી

Spread the love

શેર માર્કેટના જાણીતા રણનીતિકાર ક્રિસ વુડે ભારતીય શેર માર્કેટને લઇ એક મોટી આશંકા વ્યક્ત કરી છે. વુડે કહ્યું કે, જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી વર્ષ 2024ની લોકસભા ચૂંટણી હારે છે, તો આનાથી શેર માર્કેટ 25 ટકા સુધી ગગડી શકે છે. જણાવીએ કે, ક્રિસ વુડ દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની જેફરીઝમાં ઈક્વિટી સ્ટ્રેટેજીના હેડ છે.

2024માં જનરલ ઈલેક્શન થવાના છે. ચૂંટણીનું શું પરિણામ આવશે, સત્તા પલટો થશે કે નહીં? સ્ટેબલ સરકાર આવશે કે નહીં. આ બધી વાતોની અસર શેર માર્કેટ પર પણ પડશે. ગઠબંધન વાળી અને જોડવાળી સરકારોની મોટેભાગે શેર બજારમાં પોઝિટિવ અસર જોવા મળતી નથી. હવે અમેરિકન ઈન્વેસ્ટમેન્ટ બેંક જેફરીઝનું એક અનુમાન સામે આવ્યું છે. જેફરીઝ LLCમાં ઈક્વિટી સ્ટ્રેટેજીના ગ્લોબલ હેડ ક્રીસ વુડે એક મોટી વાત કહી દીધી છે. તેમના અનુસારા, જનરલ ઈલેક્શનમાં પીએમ મોદીની પાર્ટી જો પાવરમાં નથી આવતી તો ભારતમાં ઈક્વિટી માર્કેટ ખરાબ રીતે પડી ભાંગશે.

વુડે એ વાત પર ભાર આપ્યો કે, મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પાયાના સુધારાઓથી જોડાયેલા નિર્ણયોને પાછા લેવા મુશ્કેલ સાબિત થઇ શકે છે. જોકે, સાવચેતીના રૂપમાં તેમણે ભારતીય બજારમાં લાભ આપનારા પોઝિશનને લેવાથી બચવાની સલાહ આપી છે. દેશના નેતૃત્વમાં બદલાવ શોર્ટ ટર્મ માટે જોખમ પેદા કરી શકે છે.

ભાજપા હારી તો 25 ટકા માર્કેટ તૂટી જશે

મુંબઈમાં બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપર દ્વારા આયોજિત એક ઈન્ડસ્ટ્રી ઈવેન્ટમાં વુડે કહ્યું કે, જો સત્તારૂઢ ભાજપાએ 2004ની જેમ નેશનલ ઈલેક્શનમાં અપ્રત્યાશિત હારનો સામનો કરવો પડે છે, તો શેર બજારમાં 25 ટકા કે તેનાથી વધારે ઘટાડો આવી શકે છે.

વુડે કહ્યું કે, સરકારે ગ્લોબલ સપ્લાઈ લાઇન્સને આકર્ષિત કરવા માટે મહત્વકાંક્ષી ઉત્પાદન લિંક્ડ પ્રોત્સાહન કાર્યક્રમ જેવા સુધારા લાગૂ કર્યા છે. ભાજપા ફરીથી સત્તામાં ન આવી તો એક મોટો ઘટાડો જોવા મળશે, પણ મોમેંટમ એવું રહેશે કે તે બાઉન્સ બેક કરશે. ભારતની દુનિયામાં ખાસ કરીને એશિયામાં સૌથી સારી ગ્રોથ સ્ટોરી છે.

2004માં 20 ટકા તૂટેલું માર્કેટ

મે 2004માં ભાજપાના નેતૃત્વવાળી સરકારને નેશનલ ઈલેક્શનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી ભારતનું શેર માર્કેટ લગભગ 20 ટકા ગગડ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારે દેશ અને બજારોને ખોલવાના હેતુથી નીતિઓને જાળવી રાખવાનું આશ્વાસન આપ્યું. ત્યાર પછી આવનારા અમુક દિવસોમાં માર્કેટે નુકસાનની ભરપાઈ કરી લીધી હતી.

error: Content is protected !!
%d bloggers like this: