fbpx

એમપીમાં 230 બેઠકો માટે 3832 ઉમેદવારો મેદાનમાં, 17 નવેમ્બરે ચૂંટણી

Spread the love

મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને 230 બેઠકો કબ્જે કરવા માટે રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી. જે હવે પુરી થઇ છે અને કુલ 3832 ઉમેદવારો મેદાનમાં છે. આમ તો મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઇ છે, પરંતુ અપક્ષો અને નાની નાની પાર્ટીઓ વોટ કાપવામાં મોટો રોલ ભજવતી હોય છે.

મધ્ય પ્રદેશમાં ભાજપે આ વખતે એક નવો પ્રયોગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. સાંસદ અને મંત્રીઓને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ આપવામાં આવી છે.

મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મોટું ફેકટર ભજવે છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સિંધિયાના સમર્થકોને ભાજપે ટિકીટ આપવી પડી છે. જેનાથી શિવરાજ સિંહ ચૌહાણ કેમ્પમાં ભારે નારાજગી હતી.

error: Content is protected !!
%d bloggers like this: