fbpx

પ્રાંતિજ ખાતે શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્ર ને ધારાસભ્ય ને હસ્તે ખુલ્લુ મુકાયુ

Spread the love

પ્રાંતિજ ખાતે શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્ર ને ધારાસભ્ય ને હસ્તે ખુલ્લુ મુકાયુ

  • શ્રમિકોને શુદ્ધ અને સાત્ત્વિક ભોજન મળશે
  • પ્રતિ ભોજન દીઠ-પાંચ રૂપિયામા આપવામા આવશે

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવીન ભોજન કેન્દ્ર ને પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના હસ્તે ખુલ્લુ મુકવામા આવ્યુ

રાજય સરકાર ના શ્રમ , કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્રારા શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અવિરત પણે પ્રયત્નો કરવામા આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ શ્રમિકો માટે શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત પૂર્વ મંત્રી અને પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા શ્રમિક અન્ન પૂર્ણા ભોજન કેન્દ્ર નુ ઉદ્ધાટન કરવામા આવ્યુ હતુ તો શ્રમિકો ને શુદ્ધ અને સાત્ત્વિક ભોજન મળી રહેશે અને શ્રમિકોને ભૂખ્યા સૂવું નહી પડે તો પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , તાલુકા પ્રમુખ પ્રદિપસિંહ રાઠોડ , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ , ગીરીશભાઈ પટેલ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , જીજ્ઞાબેન સોની સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!
%d bloggers like this: