fbpx

સંજય દત્તના સંતાનો તેના પિતાના નહીં પણ સાઉથના આ સુપરસ્ટારના છે ફેન

Spread the love

બોલીવુડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અંદાજ માટે જાણીતા છે. ક્યારેક રોમેન્ટિક રોલ કરીને તે લોકોનું દીલ જીતે છે, તો ક્યારેક એક્શનથી. કોમેડીથી પણ લોકોને હસાવવામાં તે સફળ રહ્યો છે. પરતું ઈતિહાસ સાક્ષી છે કે જયારે જયારે સંજય દત્ત નેગેટીવ રોલમાં આવે છે ત્યારે તે તહલકો મચાવી દેઈ છે. તે પછી ખલનાયક હોય, વાસ્તવ હોય કે પછી અગ્નિપથ. ફિલ્મ KGF Chapter 2માં તે અધીરાના નેગેટીવ રોલમાં હતો, તેના રોલની દરેક બાજુથી પ્રશંસા થઇ હતી. પરંતુ હાલમાં જ એક્ટરે જણાવ્યું કે, તેના છોકરાઓ તેને નહી પણ ફિલ્મમાં તેના કો-સ્ટાર યશને પસંદ કરે છે. એક્ટરે પોતાની કારકિર્દી સાથે જોડાયેલી બીજી પણ વાતો શેર કરી. 

સંજય દત્તના બાળકોને પસંદ છે આ એક્ટર

એક ઇન્ટરવ્યુમાં સંજય દત્તે પોતાના બાળકો વિશે વાત કરી. એક્ટરે કહ્યું કે, તેના બાળકો હવે એટલા મોટા થઇ ગયા છે કે, તેઓ સમજવા લાગ્યા છે કે એક્ટર શું હોય છે, એક્ટિંગ શું હોય છે. તેમને હવે એ ખબર છે કે તેમના પિતા પણ એક એક્ટર છે. પરંતુ તેની પોતાની એક અલગ જ પસંદ છે.

સંજયે કહ્યું, ‘જયારે મેં તેમને પૂછું છું કે તમારો ફેવરીટ એક્ટર કોણ છે ત્યારે તેઓ કહે છે કે, તેમને ટાઈગર શ્રોફ (Tiger Shroff) પસંદ છે. તેમને KGF 2 ફિલ્મનો રોકી એટલે કે યશ (YASH) પણ પસંદ છે. આ સાથે જ તેઓને વરૂણ ધવન (Varun Dhawan) પણ સારો લાગે છે. મને ખુબ જ ખુશી થાય છે. હું ગર્વ અનુભવું છું કે, જયારે અમે લોકો મોટા થઇ રહ્યા હતા ત્યારે અમારા પસંદીદા હંમેશા અમિતજી જ હતા દત્ત (સુનીલ દત્ત) સાહેબ નહી.

પરંતુ એવું નથી કે સંજય દત્તના છોકરાઓને તેની એક્ટિંગ પસંદ નથી આવતી. એક્ટરે કહ્યું, કે તેના છોકરાઓ તેના વખાણ પણ કરતા રહે છે. એક્ટરે કહ્યું, તેમને ખબર છે કે હું એક્ટર છું. તેમણે KGFમાં મારા રોલને પણ પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે ડેડ તમે ખુબ જ શાનદાર કામ કરી રહ્યા છો. હમણાં તે નાના છે પણ તેમને ફિલ્મમાં મારો કિરદાર અધીરાનો લુક પસંદ આવ્યો છે.

error: Content is protected !!
%d bloggers like this: