fbpx

મહિલાએ વગાડ્યુ એવું વાયોલિન, બિલાડીએ સાંભળતા આપ્યું આ રિએક્શન, જુઓ વીડિયો

Spread the love

સોશિયલ મીડિયામાં રોજ અજબ ગજબ કહી શકાય તેવા વીડિયો જોવા મળે છે અને લોકો તેને એકબીજા સાથે શેર કરતા રહે છે. હાલમાં જ એક મનમોહક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બિલાડીના બચ્ચાંને વાયોલિનના અવાજની મજા માણતું બતાવવામાં આવ્યું છે.

બિલાડીનું બચ્ચું મહિલાની બેગની અંદરે બેઠેલું જોવા મળે છે. આ લંડનનો વીડિયો છે. ફ્રાન્સના એક શાસ્ત્રીય વાયોલિન વાદક એસ્તેર અબ્રામી, જે લંડનમાં રહે છે તેણે બિલાડીના બચ્ચાંને સામે બેસાડીને વાયોલિન વગાડ્યું હતું. વાયોલિન વાગવાની સાથે જ બચ્ચાએ અજબના રિએક્શન આપ્યા છે. આ મોમેન્ટને વીડિયોમાં કેપ્ચર કરવામાં આવી છે. આ વીડિયોને થોડા દિવસો પહેલા Facebook પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને મિનીટોની અંદર જ તે વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો અંગે વાયોલિન વાદક એસ્તેર અબ્રામીને પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે, રેમિલા એક બિલાડનું બચ્ચું છે, જેને તે એક શેલ્ટર હોમમાંથી મળ્યું હતું.

જો વાયોલિન વગાડતી વખતે હું આ રેમિલા નામના બિલાડીના બચ્ચાંને સાથે નહીં રાખું તો તે રડવા લાગે છે. તેણે કમર પર એક બેગ બાંધી છે અને તે બેગમાં તેને બેસાડ્યું છે અને પછી તે પોતાના વાયોલિનની પ્રેક્ટિસ કરે છે. એસ્થરે Facebook પર લખ્યું છે, રેમિલાની સ્ટોરીઃ આ બિલાડીના બચ્ચાંને તરછોડી દેવામાં આવ્યું હતું પરંતુ બિલાડી ફોસ્ટર હોમ- ફેલી સાઈટ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યું હતું. એક પરિવારના મહેમાન તરીકે મેં ગયા અઠવાડિયે તેની દેખરેખ કરી હતી.

જ્યારે તે મારી પાસે આવી ત્યારે તેનું વજન 400 ગ્રામ હતું. તે ઘણી ડરેલી હતી અને ઘણા દિવસો સુધી બહાર રહેવાને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એક અઠવાડિયાની દેખભાળ અને પ્રેમને લીધે રેમિલા હવે કદમ સ્વસ્થ છે. તે હવે ક્યારેય પણ એકલી રહેતી નથી. તે મારા ખોળામાં અથવા તો મારા રૂમની મારી બેગમાં બેસે છે. આ વીડિયોને 24 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને 6.4 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 12 હજારથી વધુ કોમેન્ટ્સ અને એક લાખથી વધુ રિએક્શન આવી ચૂક્યા છે. ઘણા લોકોએ તેને શેર પણ કર્યો છે.

error: Content is protected !!
%d bloggers like this: