
અંકિતા લોખંડે ટીવીની જાણીતી એક્ટ્રેસોમાંથી એક છે. હાલના દિવસોમાં અંકિતા લોખંડી બિગ બોસ 17માં પોતાના પતિ વિક્કી જૈન સાથે શાનદાર ગેમ રમતી નજરે પડી રહી છે. સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડે દિવંગત સુશાંત સિંહ રાજપૂતને લઈને ખૂબ ચર્ચામાં છે. એક્ટ્રેસ બિગ બોસના ઘરમાં ઘણી વખત સુશાંત સિંહ રાજપૂતનો ઉલ્લેખ કરતી નજરે પડી. એક્ટરને યાદ કરીને ઈમોશનલ પણ થઈ ગઈ હતી. આ દરમિયાન હવે અંકિતા લોખંડેનો એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ એક્ટ્રેસની વાતોને લઈને ગુસ્સે ભરાઈ ગયા.

અંકિતા લોખંડેને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે ટીવી શૉ ‘પવિત્ર રિશ્તા’માં કામ કર્યું હતું. શૉની આ શૂટિંગ દરમિયાન અંકિતા અને સુશાંતને એક-બીજાને પ્રેમ થઈ ગયો અને તેઓ ઘણા વર્ષો સુધી રિલેશનશીપમાં રહ્યા. અંકિતા જે આ સમયે બિગ બોસ 17માં ઘરની અંદર છે. તેણે હાલમાં જ સુશાંત સાથે પોતાના સંબંધ બાબતે ખુલાસો કર્યો હતો. હવે એક્ટ્રેસની એક જૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. જે તે યાદ કરે છે કે તેને કેવી રીતે પ્રેમ થયો હતો. આ વીડિયોમાં તે કહે છે કે તેને સુશાંત સિંહ રાજપૂત પસંદ નહોતો.
શેખર સુમન સાથે તેના ચેટ શૉ પર વાત કરતા અંકિતા લોખંડેએ કહ્યું કે, ‘અમે લોકો સેટ પર દિવસ-રાત કામ કરતા હતા અને પહેલા જ દિવસથી મને સુશાંત થોડો સારો લાગતો નહોતો. જ્યારે તે સેટ પર આવ્યો તો તે એટિટ્યુડથી ભરેલો હતો, પરંતુ ત્યારબાદ મને લાગ્યું કે, મારે શું મતલબ આ બધાથી. તું તારા રસ્તે, હું પોતાના રસ્તે. અમારી ખૂબ લડાઈ થતી હતી, સેટ પર તે મને કંઇ પણ બોલી દેતો હતો અને ત્યારે હું નવી હતી આ ઈન્ડસ્ટ્રીમાં. તેનું અને મારું ક્લોઝ ચાલી રહ્યું હતું.

સુશાંત મને કહેતો હતો કે આંખો નીચે કર. મેં ખૂબ અત્યાચાર સહ્યો છે, એ સમયમાં હું પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. હવે સુશાંતના ફેન્સ અંકિતા પર ગુસ્સે થયા છે. અંકિતા લોખંડેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેને ‘પવિત્ર રિશ્તા’થી અસલી ઓળખ મળી. અંકિતાએ આ સીરિયલમાં ‘અર્ચના’ની ભૂમિકા ભજવી હતી. અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત 6 વર્ષ રિલેશનશીપમાં હતા, પરંતુ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. કંગના રનૌતની ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’થી અંકિતાએ ડેબ્યૂ કર્યું હતું.