
બોલિવુડની કામણગારી એક્ટ્રેસ બિપાશા બસુ હાલમાં કોઇ ફિલ્મોમાં તો ખાસ નથી દેખાતી. પોતાના પતિ સાથે થોડા સમય અગાઉ એક વેબસિરિઝમાં જરૂર આપી તી. પરંતુ તેમના ફોટા વાયરલ થતા રહે છે. કપલ બિપાશા બાસુ અને એક્ટર કરણ સિંહ ગ્રોવર પણ ખૂબ જ શાનદાર અંદાજમાં દેખાયા હતા.

તેમના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે બંને કલાકાર શાનદાર અંદાજમાં એકબીજા સાથે દેખાયા હતા. આ ફોટાઓને લઈને ફેન્સ તેમના વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટા બિપાશા બાસુએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. પોતાના કેટલાક ફોટામાં તે એકલી દેખાઈ રહી છે, તો કેટલાક ફોટામાં તે પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહી છે.
બિપાશા બાસુએ પોતના આ ફોટા શેર કરતી વખતે લખ્યું છે, ગોલ્ડન. કરણ સિંહ ગ્રોવરની સાથે પોતાના ફોટા અને વીડિયોને શેર કરતા એક્ટ્રેસે લખ્યું છે. પિક્ચર પરફેક્ટ, અમે સ્વર્ગમાં છીએ.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિપાશા બાસુ છેલ્લે ફિલ્મ અલોનમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં તે પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે લીડ રોલમાં હતી. વર્ષ 2016માં બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન થયા હતા.
કરણ સિંહ ગ્રોવરની વાત કરીએ તો એક્ટર હાલમાં જ સ્ટાર પ્લસની સીરિયલ કસૌટી જિંદગી કી 2માં મિસ્ટર બજાજની ભૂમિકામાં દેખાયો હતો.