fbpx

તૈમૂરને પસંદ છે રામાયણ, પોતાને સમજે છે ભગવાન રામઃ સૈફ અલી ખાન

Spread the love

બોલિવુડ સુપરસ્ટાર સેફ અલી ખાન અને એક્ટ્રેસ કરીના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન અવારનવાર સમાચારમાં રહે છે. તેનો ક્યૂટ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા વાયરલ થતા રહે છે. થોડાં વર્ષો પહેલા તૈમૂરની દરેક એક્ટિવિટી વિશે લોકો જાણવા માગતા હતા અને હજુ પણ તેના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર થતા રહે છે. આમ તો સેફ અને કરીના પ્રયત્ન કરતા રહે છે કે, તૈમૂર ફોટોગ્રાફર્સથી થોડું અંતર બનાવીને રાખે.

જોકે, હવે સેફ અલી ખાને તૈમૂર વિશે એક એવી વાત જણાવી છે, જેને કારણે તૈમૂર ફરીથી ચર્ચામાં આવી ગયો છે. રિપોર્ટ અનુસાર, સેફ અલી ખાને જણાવ્યું છે કે, તૈમૂરને રામાયણ જોવું ખૂબ જ પસંદ છે અને ખાસ વાત એ છે કે તૈમૂર તેમા પોતાને ભગવાન શ્રીરામના રૂપમાં સમજે છે અને તેવી રીતે એક્ટ કરે છે. ઘણા ઓછાં લોકો આ વાત જાણતા હશે કે તૈમૂરને રામાયણ જોવું ખૂબ જ પસંદ છે.

સેફ અલી ખાને હાલમાં જ એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તૈમૂરને એપિક ટીવી સીરિઝ રામાયણ જોવી ખૂબ જ પસંદ છે અને તૈમૂરને લાગે છે કે તે ભગવાન રામ છે. સેફ અલી ખાને જણાવ્યું હતું કે, હાલ તે પોતાને ભગવાન રામ સમજે છે. તેને રામાયણ જોવું ખૂબ જ પસંદ છે. તેને કિંગ આર્થર અને તલવારો વિશે સાંભળવું ખૂબ જ ગમે છે. કરીના અને હું તેને વાર્તા વાંચીને સંભળાવીએ છીએ.

સેફે વધુમાં જણાવ્યું હતું કે, તૈમૂર હંમેશાં કોરોના વાયરસ બોલતો રહે છે અને સતત માસ્ક પહેરીને રાખે છે. સાથે જ તેણે જણાવ્યું કે, તૈમૂરને ક્રિકેટમાં ઈન્ટરેસ્ટ નથી જ્યારે સેફને લાગતું હતું કે તે એકદમ તેના દાદા જેવો હશે. જણાવી દઈએ કે, હવે તૈમૂર અલી ખાનના ઘરે એક નવું ફેમિલી મેમ્બર આવવાનું છે. રિપોર્ટ અનુસાર, સેફ અલી ખાન અને કરીના કપૂરે હાલમાં જ જાહેરાત કરી હતી કે એક્ટ્રેસ પ્રેગનેન્ટ છે.

error: Content is protected !!
%d bloggers like this: