fbpx

2050 સુધી દર ચારમાંથી એક વ્યક્તિને થશે સાંભળવામાં મુશ્કેલી: WHO

Spread the love

દુનિયાભરમાં વધતી વસ્તી સાથે લોકો માટે ઘણી પરેશાનીઓ સામે આવી રહી છે. હવે એવી એક ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જાહેર કરી છે. એ ચેતવણી અનુસાર, વર્ષ 2050 સુધી દુનિયામાં દરેક 4માથી એક વ્યક્તિને સાંભળવાની પરેશાનીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેનો અર્થ છે કે વર્ષ 2050 સુધી લોકોની સાંભળવાની ક્ષમતામાં ઘટાડો આવી જશે. મંગળવારે આ સંબંધમાં ચેતવણી જાહેર કરતાં WHOએ આ સમસ્યાના સમાધાન માટે સારવાર અને તેનાથી બચાવ માટે વધારે રોકાણ કરવાનું સૂચન આપ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ સમસ્યાને કેટલાક કારણો પર ધ્યાન આપીને રોકી શકાય છે. એ અનુસાર તેમાં સંક્રમણ, જન્મ દરમિયાન સાંભળવાની પરેશાની થવી, બીમારી, દુનિયામાં વધતો ઘોંઘાટ અને બદલાતી લાઈફસ્ટાઈલ જેવા કારણો સામેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ સમસ્યાથી લોકોને બચાવવા માટે ખાસ પેકેજનો પ્રસ્તાવ પણ આપ્યો છે. એ પેકેજ અનુસાર આ પેકેજ હેઠળ પ્રતિ વ્યક્તિ વાર્ષિક લગભગ 1.33 ડોલરનો ખર્ચ આવશે. જો એ સમસ્યા વધારે છે તો દુનિયાને દર વર્ષે લગભગ 1 લાખ કરોડ ડોલરનું નુકસાન થઈ શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમસ્યાને પહોંચી વળવા માટે પગલાં ભરવામાં નિષ્ફળ રહેવાનું પરિણામ પ્રભાવિત લોકોના સ્વાસ્થ્ય અને ખુશી પર પ્રભાવ પાડવાના રૂપમાં સામે આવશે. એ સિવાય શિક્ષણ, નોકરી અને સંચારના તેના અલગ અલગ હોવાથી નાણાકીય નુકસાનનું પણ સંકટ ઊભું થઈ શકે છે. રિપોર્ટ મુજબ, હાલના સમયમાં દુનિયામાં દર 5માથી એક વ્યક્તિને સાંભળવાની પરેશાનીથી ઝઝૂમવું પડી રહ્યું છે, પરંતુ આગામી ત્રણ દશક દરમિયાન સાંભળવાની ક્ષમતામાં ઘટાડાની સમસ્યામાંથી પસાર થવું પડી શકે છે.

તેની અસર દુનિયામાં 2.5 અરબ લોકો પર પડી શકે છે. વર્ષ 2019મા એવા લોકોની સંખ્યા 1.6 અરબ હતી. વર્ષ 2050મા 2.5 અબજમાંથી 70 કરોડ લોકો એવા હશે, જે ગંભીર રૂપે આ બીમારીથી પ્રભાવિત હશે. ખાસ રીતે ઓછી આવકવાળા દેશોમાં કેર માટે જરૂરી સુવિધાઓ ન હોવા અને આર્થિક અભાવના કારણે પણ સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં સારવાર માટે યોગ્ય પ્રોફેશનલ્સનો અભાવ પણ આડે આવી રહ્યો છે. આ રીતે ઓછી આવકવાળા દેશોમાં જ સાંભળવાની ક્ષમતામાં ઘટાડાવાળા 80 ટકા લોકો ઉપસ્થિત છે.

error: Content is protected !!
%d bloggers like this: