fbpx

કમાણી અમેરિકામાં પણ, દાંત દૂખે તો ગુજરાતીઓ કેમ ભારત આવી જાય છે?

Spread the love

ગુજરાતીઓ મોટી સંખ્યામાં અમેરિકા ગયા છે અને હજુ પણ જઇ રહ્યા છે. અમેરિકામાં મોટી કમાણી કરવાની તક હોય છે, પરંતુ તેની સામે ખર્ચોઓ પણ એટલા જ મહાકાય હોય છે. અમેરિકામાં મેડિકલ સારવાર ખુબ જ મોંઘી છે. તમે હોસ્પિટલમાં દાખલ થાવ તો લાંબુ લચક બિલ આવી જાય.

દાંતની સારવાર પણ અમેરિકામાં ખુબ જ મોંઘી છે એટલે અમેરિકામાં વસ્તા નોન રેસિડન્ટ  ઇન્ડિયન(NRI)ને જો દાંતની સારવાર કરાવવાની હોય તો ગુજરાત આવીને જ ડેન્ટિસ્ટ પાસે કરાવે છે. અમરિકામાં જો તમારે એક ચોકઠું બદલાવવાનું હોય તો ભારતીય રૂપિયામાં 3થી 3.50 લાખ રૂપિયાનો ખર્ચો થાય, જ્યારે ગુજરાતમાં 30 હજારથી 50000માં આ કામ પતી જાય. ગુજરાતીઓ પ્રસંગોમાં ગુજરાત આવતા જ હોય છે  તે વખતે ડેન્ટિસ્ટ પાસે એપોઇટમેન્ટ લઇને દાંતની સારવારા કરાવી દે છે.

error: Content is protected !!
%d bloggers like this: