પ્રાંતિજ ના વડવાસા પાટીયા પાસેથી ચાંદીયલ ના યુવાન ની લાશ મળી
– વહેલી સવારે લાશ મળતા લોકોના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા
– પ્રાંતિજ પોલીસે મૃતકને પીએમ અર્થે મોકલી તપાસ હાથધરી હતી
– પ્રાંતિજ પોલીસ તથા જિલ્લા એલસીબી ટીમ દ્રારા તપાસ હાથ ધરી
– મૃતક યુવાન શુકવાર ની રાત્રી થી ગુમ હતો
– પોલીસ દ્રારા એક શકમંદ ની અટકાયત કરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વડવાસા પાટીયા પાસે થી અમદાવાદ ના દસ્કોઇ ત્લુકાના ચાંદીયલ ના યુવાન ની મૃત હાલત મા લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને લાશ મળવાને લઈ ને લોકોના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા




પ્રાંતિજ ના વડવાસા પાટીયા પાસેથી વહેલી સવારે અમદાવાદ ના દસ્કોઇ તાલુકાના ચાંદીયલ ના યુવાન ની મૃત હાલત મા લાશ મળી આવતા ધટના સ્થળે લોકો ના ટોળેટોળા દોડી આવ્યા હતા અને મૃતક યુવાન ની હત્યા કે આત્મ હત્યા સહિત ની ચર્ચાઓએ જોર પકડયુ હતુ અને આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડીજઇ હતી અને મૃતક યુવાન ને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપેલ અને પોલીસ દ્રારા મૃતક યુવાન કોન છે તેના પરિવાર સહિત ની શોધખોળ હાથધરી હતી જેમા મૃતક યુવાન અમદાવાદ ના દસ્કોઇ તાલુકાના ચાંદીયલ નો વિજય વિક્રમસિંહ ખોટ હોવાનુ જાણવા મલ્યુ હતુ અને યુવાન શુકવાર ના રાત્રિના મોડી રાત્રી થી ગુમ થયો હોવાનુ જાણવા મલ્યુ હતુ ત્યારે પ્રાંતિજ પોલીસ તથા જિલ્લા એલસીબી ટીમ દ્રારા આજુબાજુમા રહેલ સીસીટીવી ફુટેજ ના આધારે તપાસ હાથધરી હતી જેમા રાત્રી ના મૃતક યુવાન વિજય વિક્રમસિંહ ખોટ તેના બે મિત્રો સાથે ઓટો રીક્ષા મા આવ્યો હોવાનુ જાણવા હતુ જેમા પ્રાંતિજ પોલીસે એક શકમંદ ની અટકાયત કરી હોવાનુ સુત્રો દ્રારા જાણવા મલ્યુ છે
જીલ રાવલ ZSTV પ્રાંતિજ.