
ઉત્તર પ્રદેશના ઔરેયામાં પોતાના પિયર ભાઇબીજ મનાવીને સાસરે જઇ રહેલી મહિલા અને તેની પુત્રીનું અકસ્માતમાં નિધન થયું છે.રીક્ષામાં મા- દિકરી જઇ રહ્યા હતા ત્યારે લોડરની ટક્કરને કારણે તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે મહિલાની નણંદને પણ ગંભીર ઇજા થઇ છે.
ઉત્તર પ્રદેશના ઔરેયામાં બીબીપુર અને ગોપાલપુરની વચ્ચે શનિવારે સેંજ રીક્ષા અને લોડર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓટોમાં જઇ રહેલી મહિલા અને તેની દોઢ વર્ષની પુત્રીનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. મહિલાની નણંદને ગંભીર ઇજા થઇ છે અને તેણીને પ્રાથમિક સારવાર આપ્યા પથી સૈફઇ રિફર કરી દેવામાં આવી છે.
પુર્વા મુલૂ સહાયની રહેવાસી 35 વર્ષની રીના તેની દોઢ વર્ષની પુત્રી શુભી સાથે ભાઇબીજ મનાવવા માટે પોતાના પિયરગામ સોંનહી ગઇ હતી.રીના તેની દિકરી શુભી સાથે બસમાં સાસરે જવા નિકળી હતી. ઇટાવમાં નર્સની નોકરી કરતી રીનાની નણંદ રમા અને તેનો પુત્ર પ્રિન્સ પણ બસમાં સાથે જોડાયા હતા.
બસમાંથી ઉતર્યા પછી ઘરે પહોંચવા માટે ચારેય જણા રીક્ષામાં બેઠા હતા. રીક્ષા બીબીપુરથી ગોપાલપુરની વચ્ચે લોડર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીના અને તેની દોઢ વર્ષની દિકરી શુભી ગંભીર રીતે ઇજા પામ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ રીના અને શુભીનો જીવ બચાવી શકાયો નહોતો.
સીઓ અશોક કુમારે જણાવ્યું કે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ડ્રાઇવરોની શોધખોળ કરવામાં આવી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે. પરિવારની ફરિયાદ મળ્યા બાદ કેસ નોંધવામાં આવશે. અકસ્માતમાં માતા-પુત્રીના નિઘન થયા છે. બીજી ઇજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ છે.