fbpx

‘તમે પિત્ઝા ઓર્ડર આપેલો…’ 3 વિદ્યાર્થીઓએ ધનતેરસે આ રીતે 40 લાખની લૂંટ કરી

Spread the love

કાનપુરમાં 3 વિદ્યાર્થીઓએ ચોરીની એક મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. ધનતેરસના દિવસે આરોપી પિત્ઝા ડિલિવરી બોય બનીને એક ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયા હતા અને 40 લાખ રૂપિયાની રોકડ અને ઘરેણાં લૂંટીને ફરાર થઈ ગયા. આ ઘટનાને અંજામ આપનારા ત્રણેય ચોરોની પોલીસે ધરપકડ કરી લીધી છે, પરંતુ અત્યારે પણ પોલીસ દ્વારા આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

પોલીસ કમિશનરેટના DCP તેજ સ્વરૂપ સિંહે જણાવ્યું કે, 10 નવેમ્બર 2023ના રોજ આકાશ ગંગા બિહાર કોલોની અહિરવાં પોલીસ સ્ટેશન ચકેરીના રહેવાસી નરેન્દ્ર ગુપ્તા પોતાની પત્ની અને દીકરી સાથે કોઈ સંબંધીના ઘરે ગયા હતા, પરંતુ તેની નાની દીકરી એક યુવક સાથે ઘર પર ઉપસ્થિત હતી. ચોરોએ ઘરમાં ઘૂસતા જ પૂછ્યું કે, તમે પિત્ઝા ઓર્ડર કર્યા હતા. છોકરીઓએ ના પાડવા પર આરોપીઓએ તેને ધક્કો માર્યો અને ઘરની અંદર ઘૂસી ગયા.

ત્યારબાદ દરવાજો બંધ કરીને છોકરીને ડરાવી ધમકાવીને કેશ અને ઘરેણાં લૂંટીને ફરાર થઈ ગયા. પરિવારજનો જ્યારે ઘરે આવ્યા તો તેણે ઘટનાની જાણકારી આપી. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી. તપાસ દરમિયાન બાતમીના આધાર પર એરપોર્ટ ત્રણ રસ્તા પાસેથી પોલીસે ત્રણેય આરોપી રાકેશ કુમાર સરોજ, સુમિત, વિનોદ સિંહની ધરપકડ કરી લીધી. ત્રણેય આરોપી નૌબસ્તા અને બાબુપુરવા કાનપુરના જ રહેવાસી છે. DCPએ જણાવ્યું કે, આ ઘટનાનો ખુલાસો કરનારી પોલીસ ટીમને 25 હજારનું ઈનામ આપવામાં આવશે.

પૂર્વના DCP તેજ બહાદુર સિંહે જણાવ્યું કે, દીકરી નિયાસા અને દીકરો ઘર પર એકલા હતા. ત્યારે 2 લોકો પિત્ઝાનો ઓર્ડર લઈને આવ્યા. બાળકોને ડરાવી ધમકાવીને ઘટનાને અંજામ આપ્યો. પોલીસે CCTV ફૂટેજ અને સર્વિલાન્સની મદદથી ઘટનાનો ખુલાસો કર્યો હતો. મકાન માલિક નરેન્દ્ર ગુપ્તાનો સાળો વિનોદ સિંહને ઘરના બધા ઘરેણાં અને પૈસાઓ બાબતે જાણકારી હતી અને તે આ ષડયંત્રનો મુખ્ય આરોપી છે. પોલીસે કેશ અને ઘરેણાં જપ્ત કરી લીધા છે. પોલીસે પકડેલા આરોપીઓ પાસેથી 3 લાખ 79 હજાર રૂપિયા રોકડ, લગભગ 1,837 ગ્રામ ચાંદીના ઘરેણાં અને લગભગ 712.39 ગ્રામ સોનાના ઘરેણાં જપ્ત કર્યા છે.

error: Content is protected !!
%d bloggers like this: