.jpg?w=1110&ssl=1)
ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યારે વાડ જ ચીભડાં ગળે તો શું થાય? આ કહેવતને સાચી ઠેરવતી એક ઘટના બની છે. ગુજરાત પોલીસ માટે શરમજનક કહી શકાય એવી આ ઘટનાની વિગત એવી છે કે મહિસાગર જિલ્લાના બોકોર પોલીસ સ્ટેશનમાં 6 પોલીસ કર્મીઓએ પોતે જ પોલીસ સ્ટેશનમાંથી વિદેશી દારૂની બોટલો અને પંખા ચોરી ગયા છે. તેમાંથી 5ની પોલીસે ધરપકડ કરી લીધી છે.
બોકોર પોલીસ સ્ટેશનમાં દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી 125 વિદેશી બોટલો અને 15 પંખા પોલીસ કર્મીઓ ચોરી ગયા હતા, જેની કુલ કિંમત 1.97લાખ રૂપિયા હતી. આ ચોરીમાં 2 પોલીસ, 1 GRD જવાન અને 3 હોમગાર્ડસ સામેલ હતા. પોલીસે અરવિંદ ખાટ, લલિત પરમાર, ખાતુ ડામોર, સોમા ઘુલા પગી, રમણ ડામોર અને દિપક વણકર સામે ગુનો દાખલ કર્યો છે