fbpx

ગાંધીનગરમાં AAPના કોર્પોરેટરોએ અનોખો વિરોધ, રસ્તામાં પડેલા પાઈપો મહાત્મા મંદિર..

Spread the love

ગાંધીનગર મહાપાલિકાના અસ્તિત્વ બાદ નાગરિકોને મુશ્કેલીનો જ સામનો કરવો પડી રહ્યો છે. સત્તાધિશો અને અધિકારીઓ જાડી ચામડીના બની ગયા છે. જાણે નાગરિકોની રજૂઆતો તેમના બહેરા કાન સુધી પહોંચતી જ નથી. બહુમતિ સાથે સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સત્તાધિશો પણ સત્તાના નશામાં ચૂર થઇ ગયા છે. શહેરમાં કામ કર્યા પછી વધેલા પાઇપ મુકી રાખવામાં આવ્યા હતા, જેને લઇને નાગરિકોને મુશ્કેલી પડી રહી હતી. આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટર પાઇપોને મહાત્મા મંદિર પાસે મુકી આવ્યા હતા.

ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, પણ કોન્ટ્રાક્ટરોની અણઆવડત અને મહાનગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી, નરમાશના કારણે શહેરમાં કામગીરી પૂર્ણ થતી નથી. નાગરિકો બિસ્માર રસ્તાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એ છતા સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલરો દ્વારા નવા વર્ષે લોકોના સપોર્ટમાં વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં કામ પૂર્ણ થયા બાદ વધારાના પાઈપો ઘણી જગ્યાએ જોવા મળતા હતા.

પરિણામે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો દ્વારા અગાઉ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે શહેરમાં પાઈપોનું કામ પૂર્ણ થયું છે છતા આડેધડ જ્યાં ત્યાં પડેલા છે અને નડતરરૂપ હોય તેવા પાઈપોને નવરાત્રી અગાઉ હટાવવામાં આવે, નહિતર પાઈપોને મહાત્મા મંદિર પાસે મુકી આવવામાં આવશે. હવે તેમના (આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોના) અલ્ટીમેટમની સત્તાધીશો પર કોઈ અસર ન થઈ તો આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો શહેરમાં બિનઉપયોગી અને નડતરરૂપ પાઈપોને મહાત્મા મંદિર પાસે મૂકી આવ્યા. શહેરમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ સાંભળતા નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

error: Content is protected !!
%d bloggers like this: