fbpx

હું ખુલ્લેઆમ હિન્દુ રાજકારણ કરું છું, આમાં વાંધો શું છે?: CM હિમંતા બિસ્વા સરમા

Spread the love

મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનું મતદાન 17 નવેમ્બરે પુરુ થયું હવે બધાની નજર રાજસ્થાનમાં 25 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. કોંગ્રસ અને ભાજપ બંને 200 બેઠકો જીતવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ તેના અનેક દિગ્ગજ નેતાઓને રાજસ્થાન મોકલી રહી છે. ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન પહોંચેલા આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ મીડિયા સાથેની વાતમાં કહ્યુ હતું કે, હું ખુલીને હિંદુ માટે રાજકારણ કરુ છું, એમાં વાંધો શું છે? આસામના મુખ્યમંત્રી તેમના બેબાક નિવેદન માટે જાણીતા છે.

25 નવેમ્બરે યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય રેલીઓનો દોર જારી રહ્યો છે. આ ઉપરાંત નેતાઓની નિવેદનબાજી પણ ખુલ્લેઆમ બહાર આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તેઓ એકબીજા પર ખુલ્લેઆમ આરોપો પણ લગાવી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર માટે આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું કે હું ખુલ્લેઆમ હિન્દુ રાજનીતિ કરું છું, આમાં શું વાંધો છે? આ દેશમાં હિંદુ એટલે સબ કા સાથ, સબ કા વિશ્વાસ. જો હિંદુ ભારતીય છે તો હિંદુ રાજનીતિ કરવામાં શું વાંધો છે? કોંગ્રેસને કહો કે અમે હિન્દુ છીએ અને હિન્દુ જ રહીશું.

આ પહેલા હિંમતા બિસ્વા સરમાએ પ્રતાપગઢમાં કહ્યું હતું કે તમે જોઈ શકો છો કે આખું રાજસ્થાન વૈજ્ઞાનિક રીતે લૂંટવામાં આવ્યું છે. જો આપણે અર્થતંત્ર અને ભૂગોળમાં રાજસ્થાન અને આસામની સરખામણી કરીએ. આસામમાં ભાજપની સરકાર છે. અમે લોકોને 97-98 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ આપીએ છીએ. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 94-95 રૂપિયા છે, રાજસ્થાનમાં 108-110 રૂપિયા છે અને પ્રિયંકા ગાંધી અહીં આવીને કહે છે કે તે ગરીબોની સાથે છે.

હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર ખુલ્લેઆમ મદરેસાઓ બંધ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર પાસેથી પૈસા અને પગાર મેળવતા તમામ મદરેસાઓ બંધ કરી દેવા જોઈએ. જો કોઈ સમુદાય તેને સ્વતંત્ર રીતે ચલાવે છે, તો તે એક અલગ મુદ્દો છે. સરકારી પગારવાળા મદરેસા બંધ કરવા જોઈએ. સમુદાય સંચાલિત મદરેસાઓનું પણ નિયમન કરવું જોઈએ. વિદ્યાર્થીઓને શિક્ષણના અધિકારની સુવિધાઓ મળવી જોઈએ. મદરેસા મુલ્લા બનાવનારી સંસ્થા ન હોવી જોઇએ.

error: Content is protected !!
%d bloggers like this: