fbpx

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું આ રાજ્યમાં સરકાર બની તો 11.80 રૂ. સસ્તું થશે પેટ્રોલ

Spread the love

પેટ્રોલની કિંમતોમાં ઘણા લાંબા સમયથી કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. એવામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તરફથી મોટી જાણકારી સામે આવી રહી છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, જો 25 નવેમ્બરે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતે છે તો રાજસ્થાનમાં પેટ્રોલની કિંમતોમાં કમી આવી શકે છે. રાજસ્થનામાં પેટ્રોલ ઓછામાં ઓછું 11.80 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ જયપુરમાં એક ચૂંટણી કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, ‘મને પૂછવામાં આવી રહ્યું છે કે, જો રાજસ્થાનમાં ભાજપ સત્તામાં આવે છે તો રાજ્યમાં શું બદલાવ આવશે?

તેમણે કહ્યું કે, સૌથી પહેલા મને વિશ્વાસ છે કે ભાજપ આગળ છે. અહી સરકાર બનવાનું નિશ્ચિત છે અને એક વખત જ્યારે અમે સત્તામાં આવીશું તો અમે રાજસ્થાનમાં પેટ્રોલની કિંમત દેશના બાકી 10 હિસ્સાઓ (વિપક્ષ શાસિત રાજ્યોને છોડીને) બરાબર લાવવા માટે કામ કરીશું. રાજસ્થાનમાં પેટ્રોલ સસ્તું થશે, જો અમે ચૂંટણી જીતી જઈએ છીએ, તો ઓછામાં ઓછા 11.80 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે. હરદીપ સિંહ પુરીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં કોંગ્રેસ સરકાર દ્વારા લગાવવામાં આવેલા અતિરિક્ત કરના કારણે રાજસ્થાનમાં પેટ્રોલની કિંમત દેશમાં સૌથી વધુ છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલ પર અતિરિક્ત ચાર્જથી 35,975 કરોડ રૂપિયા એકત્ર કર્યા.

છેલ્લા બે વર્ષોમાં રાજસ્થાન સરકારે નવેમ્બર 2021-22 અને વર્ષ 2022-23 સુધી પેટ્રોલ અને ડીઝલ પર અતિરિક્ત ચાર્જથી 35,975 કરોડ રૂપિયાનો ટેક્સ ખૂબ લીધો છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, માત્ર રાજસ્થાનથી 18 અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મળાવીને 2,000 કરોડ રૂપિયાથી વધુ જમા કર્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તુલનામાં ફ્યૂલ પર ટેક્સ કલેક્શન ખૂબ વધારે છે. પ્રેસ રીલિઝમાં પુરીના સંદર્ભે કહેવામાં આવ્યું કે, દલ્હી, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, મણિપુર, લદ્દાખ, દમણ અને દીવ, જમ્મુ-કાશ્મીર સહિત આ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું ટેક્સ કલેક્શન 32,597 કરોડ રૂપિયા છે.

મંત્રી હરદીપ સિંહ પુરીએ ચૂંટણી રાજ્ય રાજસ્થાનમાં કહ્યું કે, આજે આખા દેશમાં પેટ્રોલો એવરેજ દર 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. પરંતુ રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની હાલની કિંમત 113.34 રૂપિયા પ્રતિ લિટર છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર વધારે ટેક્સ લગાવવાના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદન પર પલટવાર કરતા તેમણે કહ્યું કે, તેમને પહેલા પોતાના રાજ્યોના મામલા જોવા જોઈએ. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી બાદ મતગણતરી 3 ડિસેમ્બરે થશે. વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 99 સીટો જીતી, જ્યારે 200 સભ્યોની સદનમાં ભાજપને 73 સીટો મળી હતી. અંતે BSP ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનાં સમર્થનથી ગેહલોતે મુખ્યમંત્રી પદના શપથ લીધા.

error: Content is protected !!
%d bloggers like this: