fbpx

3 રાજયોમાં ભાજપનું કમળ ખીલ્યું,સોમવારે શેરબજારમાં અસર દેખાશે, બધા રેકોર્ડ તોડશે?

Spread the love

શેરબજાર અત્યંત સંવેદનશીલ છે, દેશની આર્થિક બાબતોની, મોટી ઘટનાઓની કે રાજકારણના ઉથલ પાથલની શેરબજારમાં ભારે અસર જોવા મળતી હોય છે. જાણકારોનું કહેવું છે કે દેશના 3 રાજ્યોમાં ભાજપનું કમળ ખીલ્યું છે ત્યારે સોમવારે ઇન્ડેક્સ નવા રેકોર્ડ તોડી નાંખે તો નવાઇ નહીં. સોમવારે બજારમાં ભરપૂર તેજી જોવા મળશી એવી ધારણા રાખવામાં આવી રહી છે.

સામાન્ય રીતે અગાઉ એવું જોવા મળ્યું છે કે દેશમાં ચૂંટણી પરિણામોની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળે છે. પાંચ રાજ્યોમાં તાજેતરમાં આવેલા ચૂંટણી પરિણામોનો પણ આવો જ પ્રભાવ જોવા મળી રહી છે. આના સંકેતો ચૂંટણી પરિણામો પહેલા જ દેખાવા લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન, જ્યારે BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે, ત્યારે નિફ્ટીનો ઉત્સાહ પણ ઊંચો હતો

ગયા શુક્રવારે નિફ્ટી 1.99 ટકાવધીને 20,225.80 પર પહોંચી ગયો હતો.29 નવેમ્બરે જ BSE સેન્સેક્સનું માર્કેટ કેપ 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું. જાણકારોનું કહેવું છે કે 3 રાજ્યોમાં ભાજપની જીત નક્કી થઇ ગઇ છે, તો આની અસરના ભાગરૂપે સોમવારે શેરબજારમાં ધરખમ ઉછાળો જોવા મળી શકે છે.

રાજ્યોના ચૂંટણી પરિણામો આવે તે પહેલાં જ સેન્સેક્સ-નિફ્ટી ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે મજબૂત વધારા સાથે બંધ થયા હતા. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો BSE સેન્સેક્સ 492.75 પોઈન્ટ અથવા 0.74 ટકા ના વધારા સાથે 67,481.19 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 134.75 પોઈન્ટ અથવા 0.67 ટકાના વધારા સાથે 20,267.90 ના સ્તરે બંધ થયો હતો.

ચૂંટણીના પરિણામો પહેલા આવેલો આ ઉછાળો આવતીકાલે સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે નવા રેકોર્ડમાં ફેરવાઈ શકે છે.

નિષ્ણાતો પહેલાથી જ કહી રહ્યા છે કે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામોની માત્ર લોકો જ રાહ નહોતા જોઇ રહ્યા ,પરંતુ શેરબજાર પણ રાહ જોઈ રહ્યું હતું. અને તેમાં આવનારા મોટા અને સકારાત્મક પરિણામો બજાર પર અસર કરી શકે છે.

હવે જ્યારે ભાજપે 3 રાજ્યોમાં પોતાના પરચમ લહેરાવી દીધો છે અને છત્તીસગઢ અને રાજસ્થાનાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, એવા સંજોગોમાં સોમવારે શેરબજારમાં ફાટફાટ તેજી જોવા મળી શકે છે. એ કહેવું ખોટું નહીં હોય કે ચૂંટણી પરિણામો આવતીકાલે શેરબજારના દિશા નક્કી કરનારા હશે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

error: Content is protected !!
%d bloggers like this: