fbpx

કોંગ્રેસના નેતાના નિવેદન પર સાયના નેહવાલ પણ નારાજ, કાઢી ઝાટકણી

Spread the love

કોંગ્રેસના નેતા શમનૂર શિવશંકરપ્પાએ આજે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે દાવણગેરે સંસદીય સીટ પરથી ભાજપના ઉમેદવાર ગાયત્રી સિદ્ધેશ્વર પર ખરાબ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે, મહિલાઓને પોતાને રસોઈ સુધી સીમિત રાખવી જોઈએ. તેમના આ સ્ટેટમેન્ટની ભારે ટીકા થઈ રહી છે, જેમાં બેડમિન્ટન સ્ટાર પણ પાછળ નથી. સાયના નેહવાલે કોંગ્રેસના નેતાની કમેન્ટની ટીકા કરી હતી.

સાયના નેહવાલે લખ્યું હતું કે, ભાજપના ઉમેદવાર ગાયત્રી સિદ્ધેશ્વર પર કરવામાં આવેલી લૈંગિક ટિપ્પણીની એ પાર્ટી પાસે ઓછી જ આશા રાખી શકાય જે લડકી હૂં લડ શકતી હૂંનો દાવો કરતી હોય. જ્યારે મેં રમતના મેદાને ભારત માટે મેડલ જીત્યા હતા, ત્યારે કોંગ્રેસે આ પસંદ જણાવવી જોઈતી હતી કે, મારે શું કરવું જોઈએ. તેમણે આ પ્રકારની વાતો કેમ કહી, જ્યારે તમામ છોકરીઓ અને મહિલાઓ પોતાની પસંદની કોઈપણ ફીલ્ડમાં મોટી ઉપલબ્ધિ હાંસલ કરવાનું સપનું જોવે છે.

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય શમનૂર શિવશંકરપ્પાએ એક વિવાદિત નિવેદન આપ્યું છે. દાવણગેરે સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભાના ઉમેદવાર વિરુદ્ધ તેમણે વિવાદિત ટિપ્પણી કરી, ત્યારબાદ વિવાદ ઊભો થઈ ગયો છે. પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકમાં બોલતા શમનૂર શિવશંકરપ્પાએ કહ્યું કે, ભાજપના ઉમેદવાર માત્ર રસોઈમાં ખાવાનું બનાવવાનું જાણે છે. ઉલ્લેખનીય છે કે, અહીથી ભાજપના ઉમેદવાર, હાલના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જી.એમ. સિદ્ધેશ્વરના પત્ની ગાયત્રી સિદ્ધેશ્વર છે.

શિવશંકરપ્પાએ ગાયત્રીની યોગ્યતાઓની નિંદા કરતા દાવો કર્યો કે, તેમનામાં સાર્વજનિક મુદ્દાઓને પ્રભાવી ઢંગે સંબોધિત કરવાની ક્ષમતા નથી. શિવશંકરપ્પાએ કહ્યું કે, જેમ કે તમે બધા જાણો છે કે તેઓ ચૂંટણી જીતીને મોદીના કમળનું ફૂલ ખિલાવવા માગે છે. પહેલા દાવણગેરેની સમસ્યાઓને સમજવા દો. અમે (કોંગ્રેસ) ક્ષેત્રમાં વિકાસાત્મક કાર્ય કર્યા છે. એ જાણવાની એક વાત છે કે કેવી રીતે વાત કરવાની છે, પરંતુ તેઓ માત્ર રસોઈમાં ખાવાનું બનાવવાનું જાણે છે. વિપક્ષી પાર્ટી પાસે જનતા સામે વાત કરવાની તાકત નથી.

92 વર્ષીય કોંગ્રેસ નેતા અને દાવણગેરે દક્ષિણાથી 5 વખતના ધારાસભ્ય, પાર્ટીના સૌથી ઉંમરવાન ધારાસભ્ય છે. તેમના વહુ પ્રભા મલ્લિકાર્જૂન આગામી ચૂંટણી માટે આ સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર છે. શિવશંકરપ્પાની ટિપ્પણીઓના જવાબમાં ગાયત્રી સિદ્ધેશ્વરે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, તેમણે આ એ પ્રકારે કહ્યું કે અમારે માત્ર ખાવાનું બનાવવું જોઈએ અને રસોઈમાં જ રહેવું જોઈએ. આજે મહિલાઓ કયા વ્યવસાયમાં નથી. અમે તો આકાશમાં ઊડી રહ્યા છીએ. વૃદ્ધ વ્યક્તિને ખબર નથી કે, મહિલાઓ કેટલી આગળ વધી ગઈ છે, તેઓ એ પ્રેમને જાણતા નથી, જે હું જાણું છું. જે પોતાના ઘરમાં પુરુષો, બાળકો અને વૃદ્ધો માટે ખાવાનું બનાવવામાં છે.

આ દરમિયાન કર્ણાટક ભાજપના પ્રવક્તા માલવિકા અવિનાશે કહ્યું કે, આશ્ચર્યજનક છે કે શમનૂર શિવશંકરપ્પાએ એવી ટિપ્પણી કરી, જ્યાં કોંગ્રેસ ધારાસભ્યની વહુ પોતે પણ ચૂંટણી મેદનમાં છે. એવો કોઈ દિવસ અને સમય નથી જ્યારે મહિલાઓ ઘર પર બેસે છે. વાસ્તવમાં તેઓ પોતાનું ઘર ચલાવે છે, પરંતુ તેની સાથે જ તેઓ લડાકુ જેટ વિમાન ઉડાવે છે, તેઓ અંતરીક્ષ જાય છે. તેમણે કહ્યું કે, ભાજપે શિવશંકરપ્પાની ટિપ્પણીની નિંદા કરી છે અને ભારતના ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!
%d bloggers like this: