fbpx

પ્રાંતિજ ના શાંતીપુરા ખાતે બોર ની પેટી ને તાળુ મારવાને લઈ ને મારમાર્યો

Spread the love

બોર ના લાઇટની પેટી ને તાળુ કેમ મારેલ છે તેમ કહી ગાળોબોલી મારમાર્યો
પ્રાંતિજ ના શાંતીપુરા ખાતે બોર ની પેટી ને તાળુ મારવાને લઈ ને મારમાર્યો
– બીભત્સ ગાળોબોલી ગડદાપાટુનો મારમારી લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોધી આગળની તપાસ હાથધરી
         


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના શાંતીપુરા ખાતે બોરના લાઇટ ની પેટીને તાળુ મારવાને લઈ ને બીભત્સ ગાળોબોલી ગડદાપાટુ નો માર મારી લાકડી મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ તાલુકાના શાંતીપુરા ખાતે રહેતા પરબતસિંહ સોનસિંહ રાઠોડ તથા સિંધ્ધરાજસિંહ પરબતસિંહ રાઠોડ દ્રારા ખેતર માં પાણી વાળવાનુ છે બોરના લાઇટ ની પેટી ને તાળુ કેમ મારેલ છે તેમ કહી પ્રવિણસિંહ જગત સિંહ રાઠોડ ને મા-બહેન સામી બીભત્સ ગાળો બોલી ગડદાપાટુ નો મારમારી સિંધ્ધરાજસિંહ પરબતસિંહ રાઠોડ નાહાથમા રહેલ લાકડાનો દડો હિતેશસિંહ મુળસિંહ રાઠોડ ને માથાના ભાગે મારી ઈજાઓ કરી પરબતસિંહ રાઠોડ તથા સિંધ્ધરાજસિંહ બન્ને જણાએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજા ની મદદગારી કરી જિલ્લા મેજીસ્ટેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પ્રવિણસિંહ જગતસિંહ રાઠોડ રહે.શાંતીપુરા (ડેરીવાળો વાસ) તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે પરબતસિંહ સોનસિંહ રાઠોડ તથા સિંધ્ધરાજસિંહ પરબતસિંહ રાઠોડ બન્ને રહે. શાંતિ પુરા (ડેરીવાળો વાસ ) તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૫,૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનોનોધી આગળની તપાસ હાથધરી હતી

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: