fbpx

પ્રાંતિજ ખાતે પ્રિસાઇડીંગ ઓફિસરોની પ્રથમ તાલીમ યોજાઇ હતી

Spread the love

પ્રાંતિજ ખાતે પ્રિસાઇડીંગ ઓફિસરોની પ્રથમ તાલીમ યોજાઇ હતી
– પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો
                 


સાબરકાંઠા જિલ્લામાં ૨૯૦૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ અધિકારીઓની પ્રથમ તાલીમ યોજાઇ જેમા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ઉપસ્થિતિમાં તાલીમ યોજાઇ


લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં  ૩૩ –પ્રાંતિજ  વિધાનસભા મતવિસ્તારના પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ૫૪૮ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની પ્રથમ તાલીમ યોજાઇ હતી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા તો આ પ્રસંગે માસ્ટર ટ્રેનર દ્રારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે ચૂંટણી પુર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ધ્યાને લેવાની બાબતો, આદર્શ આચાર સંહિતા વિશે, ચૂંટણી પુર્વ સંધ્યાએ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ, મતદાન દિવસની જવાબદારી, ઇવીએમ મશીન, વીવી પેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું  આ સાથે  ૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં ૭૧૧, ઇડર વિધાનસભા મતવિસ્તારમાં ૬૮૧ અને ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં ૯૬૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી આમ જિલ્લાના કુલ ૨૯૦૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ અધિકારીઓની પ્રથમ તાલીમ યોજાઇ આ તાલીમમાં તમામ વિધાનસભા વિસ્તારના  મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધીકારી,   મામલતદાર સહિત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: