fbpx

પ્રાંતિજ ખાતે દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ

Spread the love

પ્રાંતિજ ખાતે દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ
– પ્રાંતિજ પાલિકા વિજળી બચાવો અભિયાન વિરોધમા
– બજાર સહિત ના વિસ્તારો મા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી
               


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દિવસે પણ પ્રાંતિજ ના કેટલાક વિસ્તારોમા સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી હતી ત્યારે પ્રાંતિજ પાલિકા વિજળી બચાવો અભિયાન ના ધજીયા ઉડાવવા માગતુ હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે જણાઇ આવે છે


 
 સરકાર દ્રારા વિજ બચાવો અભિયાન માટે લાખ્ખો રૂપિયા નો ખર્ચ કરી વિવિધ જાહેરાતો સાથે લોકો ને જાગૃતિ કરવામા આવે છે ત્યારે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પાલિકા દ્રારા રાત્રી દરમ્યાન પ્રકાશ માટે લગાવવામા આવેલ સ્ટ્રીટ લાઈટો કેટલાક વિસ્તારોમા દિવસે ચાલુ જોવા મળી રહી છે ત્યારે પ્રાંતિજ પાલિકા જાણે વિજળી બચાવો અભિયાન ના ધજાગરા ઉડાવતી હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે જણાઇ આવે છે ત્યારે દિવસ દરમ્યાન સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા વીજ બીલ પણ વધારે આવે છે ત્યારે સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા નગરજનો મા પણ પાલિકા ની કામગીરી ઉપર રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ પ્રાંતિજ પાલિકા પાલિકાનુ અગાઉ વિજ બીલ ના ભરી શકતા  જેને લઈ ને પાલિકા નુ અગાઉ ત્રણ વાર વિજ કનેક્શન કપાયુ છે જેમા પાલિકાનુ સ્ટ્રીટ લાઈટ નુ બે વાર કનેક્શન તથા પાલિકા કચેરી નુ પણ એક વાર વિજ કંપની દ્રારા વિજ જોડાણ કાપવામા આવ્યુ છે છતાંય પ્રાંતિજ પાલિકા ને જાણે કોઇ ફરક ના પડયો હોય તેમ વિજળી બચાવવામા કોઇ રસ ના હોય તેમ પ્રાંતિજ ના કેટલાક વિસ્તારો માં દિવસ દરમ્યાન પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળતી હોય છે ત્યારે સરકાર દ્રારા વિજળી બચાવો અભિયાન ઉપર પ્રાંતિજ પાલિકાએ જાણે પાણી વાળી દીધુ હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: