fbpx

જાહ્નવીની દલિત સમાજ, ગાંધી અને ભીમરાવ આંબેડકર પરની વાત સાંભળી લોકો દંગ રહી ગયા

Spread the love

જ્હાનવી કપૂર ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ લઈને આવી રહી છે, જેના પ્રમોશનમાં બંને સ્ટાર્સ આ દિવસોમાં વ્યસ્ત છે. જો કે, કલાકારો કોઈપણ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ્યાં પણ જાય છે, તેઓ ઘણીવાર તેમની ફિલ્મ અથવા અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરે છે. આ વખતે જાહ્નવી કપૂરે જે પણ કહ્યું છે તે સાંભળનારાઓને આશ્ચર્યચકિત કરે છે. દલિત સમાજ, ગાંધી અને ભીમરાવ આંબેડકર જેવા મુદ્દાઓ પર જાહ્નવીએ જે કહ્યું તે સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા.

જાહ્નવી કપૂરે તાજેતરમાં એક મીડિયા ચેનલ સાથે વાત કરી, તેણે કહ્યું, ‘મને લાગે છે કે આંબેડકર અને ગાંધી વચ્ચેની ચર્ચા જોવાની ખૂબ જ મજા આવશે.’ જાહ્નવીને પૂછવામાં આવ્યું કે, જો તમારી પાસે ટાઈમ મશીન હોય તો તમે પાછળના કયા સમયમાં જવાનું પસંદ કરશો? અભિનેત્રીએ કહ્યું, હું કહીશ, પરંતુ પછી તમે આનાથી સંબંધિત કોઈ વધુ પ્રશ્નો પૂછશો નહીં. જાહ્નવીએ કહ્યું, મને ખબર નથી કે મારા શબ્દોનો દર્શકો સમક્ષ કેવી રીતે અનુવાદ કરવામાં આવશે, પરંતુ આંબેડકર અને ગાંધી વચ્ચેની ચર્ચા જોવી ખૂબ જ રસપ્રદ રહેશે.

મીડિયા સૂત્ર પ્રશ્નો ઉઠાવ્યા વિના, આ બાબતને આગળ લઈ ગયા અને કહ્યું કે, દલિત સમાજ અંગે ગાંધીજીનો અને આંબેડકરનો મત તદ્દન અલગ છે. જ્હાન્વી કપૂરે કહ્યું, ‘હા, ગાંધી અને આંબેડકરના વિચારો તદ્દન અલગ હતા. મને લાગે છે કે આંબેડકર શરૂઆતથી જ ખૂબ જ સ્પષ્ટ અને મજબૂત હતા, પરંતુ ગાંધીના વિચારો સતત વિકસિત થતા રહ્યા. આપણા સમાજમાં જાતિવાદની સમસ્યા વિશે ત્રીજા વ્યક્તિના દૃષ્ટિકોણથી માહિતી મેળવવી અને તેને જીવવા વચ્ચે ઘણો તફાવત છે.’

જ્હાન્વીને એ પણ પૂછવામાં આવ્યું કે, તમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે શું ત્યાં ક્યારેય આ બધી બાબતો વિશે ચર્ચા થતી હતી? જ્હાન્વીએ કહ્યું, મારી શાળામાં કે મારા ઘરમાં ક્યારેય જાતિ વિશે કોઈ ચર્ચા થઈ નથી.

જ્હાન્વી કપૂરને ગાંધી અને આંબેડકર જેવા ભારે મુદ્દાઓ પર વાત કરતી જોઈને હવે લોકો પણ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે, તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે,જ્હાન્વી આ સ્તરે વાત કરશે. હવે યુઝર્સ જ્હાન્વીને ‘બ્યુટી વિથ બ્રેઈન’ કહી રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી.

અહીં તમને જણાવી દઈએ કે, જ્હાન્વી કપૂરની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ આ મહિનાના અંતમાં 31 મેના રોજ રીલિઝ થઈ રહી છે. શરણ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જાન્હવી રાજકુમાર રાવની સાથે જોવા મળશે.

error: Content is protected !!