fbpx

રાજકોટ આગની ઘટના પછી સુરતમાં નવરાત્રિના મોટા આયોજનોમાં શું વ્યવસ્થા છે?

Spread the love

રાજકોટમાં TRP ગેમ ઝોનની આગની ઘટના પછી સરકાર એલર્ટ થઇ ગઇ છે અને આ વખતે નવરાત્રીના આયોજનમાં ખાસ સુરક્ષા રાખવા પર ધ્યાન આપી રહી છે. સુરતમાં 6 મોટો નવરાત્રી આયોજનો થવાના છે જે ડોમમાં થશે. તમામ આયોજકોએ આગની ઘટના ન બને તેના માટે કાપડ કે થર્મોકોલનો ઉપયોગ કરવાની ના પાડી છે.

સુરતમાં વી આર મોલની સામે સુવર્ણ નવરાત્રી, એરપોર્ટની સામે G-9 નવરાત્રી, સરસાણા કન્વેન્શનલ હોલમાં કેસરીયા નવરાત્રી, પાલ રોડ પર યશ્વી નવરાત્રી, વેસુમાં ઝણકાર નવરાત્રી, સાઇલન્ટ ઝોનમાં રાસલીલા અને કતારગામમાં રાત્રી સાગાનું આયોજન છે.

G-9ના એ સી ડોમમાં જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વોટર પ્રુફ અને ફાયર પ્રુફ ડોમ બનાવાશે. એ રીતે બધા જ ડોમમાં ફાયર પ્રુફ વ્યવસ્થા રાખવામાં આવી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!