પ્રાંતિજ ખાતે ટુર ચલાવતા સંચાલક ને ન્યાય મલ્યો
– અમદાવાદ ના મહાવીર ટ્રાવેલ્સ ને ૨,૧૫,૮૦૦ , ૯% વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ કર્યો
– ૫૦૦૦ માનસિક ત્રાસ તથા ૨૦૦૦ ખર્ચ પેટે ૩૦ દિવસ મા ચુકવી આપવા આદેશ
– સાબરકાંઠા ગ્રાહક તકરાર નિવારણ કમિશનર ને આદેશ કર્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ટુર સંચાલક ને અમદાવાદ મહાવીર ટ્રાવેલ્સ વાળાએ ૨,૧૫,૮૦૦ , ૯% વ્યાજ , ૫૦૦૦ માનસિક ત્રાસ તથા ફરીયાદ ના ખર્ચ પેટે ૨૦૦૦ સાથે ૩૦ દિવસ ની અંદર ચુંકવી આપવાનો કમિશનર નો હુકમ
પ્રાંતિજ ખાતે રહેતા શ્રવણ કુમાર ભીખાભાઇ પ્રજાપતિ કે જેવો ટુરો કરે છે અને લોકોને ધાર્મિક સ્થળોએ દર્શન માટે લઇ જતા હોય છે ત્યારે તેવો દ્રારા ૨૦ દિવસ માટે ની નેપાળ સુધી ટુર કરી હતી જેમા તેવો દ્રારા અમદાવાદ ખાતે આવેલ મહાવીર ટ્રાવેલ્સ માંથી એક લક્ઝરી બસ એસી અને સારી કન્ડિશન્ડ વાળી ૧,૭૦,૦૦૦ જમા કરાવી ને સારી કન્ડિશન્ડ વાળી બસ બુક કરાવી હતી અને પ્રાંતિજ થી ૨૦ દિવસ નો પ્રવાસ લઇ ને તા.૧૨|૫|૨૩ ના રોજ નિકળી હતી જેમા ગોધરા ખાતે જતાજ બસ બગડી જતા સાત કલાક સુધી બસ પડી રહી જેથી ટુર સંચાલક શ્રવણ ભાઈ પ્રજાપતિ દ્રારા ટ્રાવેલ્સ વાળા ને ફોન કરી ને જણાવ્યુ હતુ અમે હજુ આગળ ગયા નથી જેથી અમોને બસ સારી આપો અને બદલી આપો અમે હજુ આગળ ગયા નથી પણ ટ્રાવેલ્સ વાળા એ માનેલ નહી અને ધીમે-ધીમે બસ ઉજ્જૈન પહોચેલ ત્યા જઈ ને કંપનીમા બસ બતાવેલ તો કંપની વાળાએ જણાવ્યુ હતુ કે આ બસ નેપાળ જશે નહી જેથી ટુર સંચાલક શ્રવણ ભાઈ એ ટ્રાવેલ્સ વાળાને વાતા કરતા ટ્રાવેલ્સ વાળાએ બે દિવસ પછી બીજીબસ મોકલી હતી તે પણ એકદમ જુની અને પ્રવાસ થાય તેમ નહતી છતા પણ બધા પ્રવાસીઓને બીજીબસ મા ટાન્સફર કરી પ્રવાસ ચાલુ રાખ્યો હતો અને બીજી બસ મા એસી ચાલુ ના થતા ચાર પેસેન્જર ઉજ્જૈન થી પરત નિકળી ગયા હતા અને બીજી બસ પણ ભંગાર હતી જે પણ રીપેર કરાવી-કરાવી પ્રવાસ ચાલુ રાખેલ અને જે પ્રવાસ ૨૦ દિવસ નો હતો તે ૨૨ દિવસ એટલેકે બે દિવસ વધારે થયો તો ૨૨ દિવસ એટલે કે બે દિવસ વધારે થયા તો બસ સારી ના હોવાથી પ્રવાસીઓને જે સ્થાનો ઉપર ઉત્સાહ થી જોવાની ઇચ્છા હોય તે ઉત્સાહ ના રહ્યો અને બસને લઈ ને પ્રવાસ દરમ્યાન પ્રવાસીઓને મુશ્કેલીઓ પડી હતી તો ચાર બસમા પ્રવાસ કરી રહેલ ચાર મુસાફરો તો ઉજ્જૈન થી પરત ફરતા તેમને નાણા પરત કરેલ હતા જેથી થયેલ ખર્ચ ટુર સંચાલક શ્રવણ ભાઈ દ્રારા માંગતા અમદાવાદ ખાતે આવેલ મહાવીર ટ્રાવેલ્સ દ્રારા સંતોષકારક જવાબ સામે નહી આપેલ અને ખર્ચ તથા પ્રવાસીઓને પરત આપેલ પૈસા આપવાની ના પાડી દેતા ટુર સંચાલક દ્રારા આ અંગે ની ફરિયાદ પ્રાંતિજ ખાતે કાર્યરત ગ્રાહક હિત સુરક્ષા મંડળ કરતા મંડળ ના વકીલ એમ.એચ.સુતરીયા દ્રારા હિંમતનગર ખાતે કાર્યરત સાબરકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનર ખાતે ફરિયાદ કરતા વકીલ દ્રારા પુરાવાઓ સાથે ધારદાર રજુઆતો કરતા કમિશનર દ્રારા મંજૂર રાખીને કમિશનર પ્રમુખ જે.પી.ગઢવી અને સભ્ય શ્રીમળી એસ.પી એ મહાવીર ટ્રાવેલ્સ અમદાવાદ ને ફરીયાદી શ્રવણ કુમાર ભીખાભાઇ પ્રજાપતિ ને રૂ.૨,૧૫,૮૮ તથા ૯% વ્યાજ સાથે ચુકવી આપવા તથા ૫૦૦૦ ફરીયાદી ને માનસિક ત્રાસ પેટે તથા ૨૦૦૦ રૂપિયા ખર્ચ પેટે ના ૩૦ દિવસ મા ચુકવી આપવાનો હુકમ કર્યો છે
જીલ રાવલ પ્રાંતિજ