
પાટીદાર સમાજની ગુજરાતની બે સન્માનીય સંસ્થા વચ્ચે અત્યારે વિવાદ ઉભો થયો છે, પરંતુ અમે આ બંને સંસ્થાઓ શું કામગીરી કરે છે તેના વિશે માહિતી આપીશું.
ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના 8 માર્ચ 2010ના દિવસે કરવામાં આવી અને સમાજની એકતા અને વિકાસના આશયથી ટ્રસ્ટ ઉભું કરાયું. આમાં માત્ર લેઉઆ પાટીદાર સમાજના નેતા જ સામેલ થઇ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ છે. ખોડલધામ મંદિર એ આ ટ્રસ્ટની વિશેષતા છે.
સરદારધામ ટ્રસ્ટની સ્થાપના 2014માં કરવામાં આવી. આ ટ્રસ્ટમાં લેઉઆ અને કડવા બંને સમાજના લોકો સામેલ છે. યુવાનો, મહિલાઓને શૈક્ષણિક અને ધંધાકીય બાબતે પ્લેટફોર્મ પુરુ પાડે છે. ખાસ કરીને જે ર્સ્પધાત્મક પરીક્ષાઓની પાટીદાર સમાજના યુવાનોને કરાવવામાં આવે છે. યુવાનો મહિલાઓ માટે હોસ્ટેલની સુવિધા પણ પુરી પાડે છે.
