fbpx

ગોવિંદ ધોળકીયાએ PM મોદીને ભેટમાં આપ્યો અનોખો ડાયમંડ

Spread the love

ભાજપના રાજ્યસભા સાંસદ અને જાણીતા ડાયમંડના વેપારી ગોવિંદભાઇ ધોળકીયાએ પ્રધાનમંત્રી નકરેન્દ્ર મોદીને એક અનોખો ડાયમંડ ભેટમાં આપ્યો છે જેને જોઇને PMએ પણ ખુશી વ્યક્ત કરી છે.

ગોવિંદભાઇ ધોળકીયાએ એક વીડિયોમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના જ્વેલ છે એટલે અમે તેમને ભારત દેશના આકારનો એક ડાયમંડ ભેટમાં આપ્યો છે, જે એક જ હીરામાંથી બનાવવામાં આવ્યો છે. ધોળકીયાએ કહ્યુ કે અમે PMને 2 કેરેટ 12 સેન્ટનો હીરો ભેટમાં આપ્યો અને જોગાનુજોગ એ દિવસે 2 તારીખ અને 12મો મહિનો પણ હતો.

PMએ ગોવિંદ ધોળકીયાને કહ્યું કે, આ તમારો અને તમારા પરિવારનો રાષ્ટ્રપ્રેમ બતાવે છે અને તમારી નવી પેઢીએ આ ક્રીએશન કર્યું છે તે જાણીને ખુશી થઇ છે. આવનારા દિવસોમાં તમારી નવી પેઢી અનેક યુવાનોને પ્રેરણા આપશે. આ ડાયમંડ રાજેશભાઇ કાછડીયા અને  વિશાલ ઇટાલિયાએ બનાવ્યો છે.

error: Content is protected !!