
મુંબઇના ડાયમંડના વેપારી રાકેશ શાહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, તેમાં તેઓ કહી રહ્યા છે કે, DTCએ તાજેતરમાં રફ ડાયમંડના ભાવમાં 15 ટકાનો ઘટાડો કર્યો તેનાથી ડાયમંડ ઉદ્યોગે ખુશ થવાની જરૂર નથી. હજુ એકાદ દોઢ મહિનો રાહ જુઓ, આપણા ભાવમાં આપણને રફ મળશે.
શાહે કહ્યું કે, આપણે બધા એક થઇને રહ્યા તેની અસર પડી છે અને હજુ એકતા બતાવવાની જરૂર છે. આપણે એક થયા તેને કારણે રેપાપોર્ટે પોલીશ્ડ ડાયમંડના ભાવ ઘટાડવાનું બંધ કરી દીધું અને સ્ટેબલ કરવા પડ્યા અને ડાયમંડ માઇનીંગ કંપનીએ રફ ડાયમંડના ભાવ ઘટાડવાની ફરજ પડી. પરંતુ હજુ પણ વધારે ભાવ ઘટી શકે તેવો અવકાશ છે એટલે રફ ખરીદવાની ઉતાવળ કરશો નહીં.
