ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 2 વર્ષથી કારમી મંદી ચાલી રહી છે અને હવે તો આ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં આવી ગયો છે.જેને કારણે સૌથી વધારે અસર રત્નકલાકારોને થઇ રહી છે. લાંબા દિવસો પછી હીરાઉદ્યોગમાં વેકેશન પુરુ થયું, પરંતુ એક ચોંકાવનારી વાત સામે આવી છે.
વરાછા વિસ્તારની સુરત નગર પ્રાથમિક શાળાની 50 શાળાઓમાંથી 603 વિદ્યાર્થીઓને ઉઠાડી લેવાયા છે. તેમના વાલીઓએ શાળામાંથી LC લઇ લીધા છે. આ રત્નકલાકારોની હાલત એટલી કફોડી થઇ ગઇ છે કે, મફત શિક્ષણ મળે તો પણ તેમના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિ નથી. મંદીને કારણે રત્નકલાકારોના બાળકોનું ભણતર જોખમમાં આવી ગયું છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડીયાએ કહ્યું હતું કે, રત્નકલાકારો તેમના બાળકોના LC કેમ લઇ ગયા તેનો રિપોર્ટ મંગાવ્યો છે.
