રંગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી

Spread the love

રંગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં 76મો ગણતંત્ર દિવસની ઉજવણી “સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ” ને અનુલક્ષીને કરવામાં આવી. આ નિમિતે મુખ્ય મહેમાન તરીકે હાંસોટ કાકા-બા હોસ્પિટલ તથા ઇન્દ્રનીલ યુનિવર્સીટીના ટ્રસ્ટી તેમજ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના ડિરેક્ટર ડૉ. ભરતભાઈ ચાંપાનેરીઆ અને અતિથી વિશેષ તરીકે રીટાયર્ડ આર્મી ઓફિસર જીજ્ઞેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન, અતિથી વિશેષના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સલામી બાદ સૌ કોઈ ભેગા મળી રાષ્ટ્રગાન ગાયું હતું.

દેશભક્તિ અને ઉત્સાહની ભાવના સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, રોમાંચિત કરતા વક્તવ્યો તથા રોલ પ્લે દ્વારા ગણતંત્ર દિવસના મહત્વ અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, નૃત્યો અને નાટકો રજૂ કરીને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વિવિધતાને પ્રકાશિત કરી હતી. ભારતના રોમાંચક ઈતિહાસ-આપણી વિરાસત સાથે-સાથે વિકાસ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભ-૩.૦ ના વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડૉ. ભરતભાઈ ચાંપાનેરીઆ એ 76મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના પાઠવતા 76 વર્ષની વિકાસ યાત્રા સ્પષ્ટ કરી હતી. વિકાસ અંગે માહિતી સાથે ઈ-ગવર્નન્સ, ઈ-હેલ્થ, ઈ-ટેક માટે યુવા પેઢીને પ્રોત્સાહન આપ્યું હતું. આવનારી પેઢી દેશનું એવું સપનું જુવે કે દેશ મજબૂત બને સાથે કરુણામય બને એવી અપેક્ષા સાથે દેશ વિશ્વગુરુનો રોલ ભજવી શકશે એવી શુભેચ્છા પાઠવી હતી.

જીજ્ઞેશભાઈ પટેલે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે માત્ર આર્મી દ્વારા જ નઈ પરંતુ સાચા નાગરિક બનીને પણ દેશપ્રેમ દર્શાવી શકાય, એક જ સંકલ્પ હોવો જોઈએ આપણે બદલશું તો દેશ બદલાશે અને દેશ બદલાશે તો જ વિશ્વ બદલાશે. ત્યારબાદ આર્મીના યાદગાર શૌર્યથી ભરપૂર પ્રસંગો પ્રસ્તુત કર્યા હતા.
મશાલ તથા વિશેષ બલૂન શો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ શાળાના વાર્ષિક રમતોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, વાલી તથા શિક્ષકમિત્રોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ રમતો સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિશેષ પ્રદર્શન કર્યુ હતું.

ઉજવણીના અંતે તમામ વિદ્યાર્થીઓને મીઠાઈનું વિતરણ અને આભાર વ્યક્ત કરીને થયો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે એક મૂલ્યવાન શીખવાની પ્રક્રિયા તરીકે સેવા આપી હતી, જેણે રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું.

error: Content is protected !!