‘હું મજાક નથી કરતો, મારી પાસે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો છે..’ ટ્રમ્પે પોતાની ઇચ્છા જણાવી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
'હું મજાક નથી કરતો, મારી પાસે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો છે..' ટ્રમ્પે પોતાની ઇચ્છા જણાવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની આ નોકરીનું કામ ખૂબ ગમે છે. આ જ કારણ છે કે તેઓ રાષ્ટ્રપતિ પદ (POTUS) તરીકેના તેમના ત્રીજા કાર્યકાળ માટે પણ તૈયારી કરી રહ્યા છે. US બંધારણ મુજબ, આ શક્ય નથી, પરંતુ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની પાસે ‘ઘણા રસ્તાઓ’ છે જેના દ્વારા તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાનું વિચારી રહ્યા છે. ટ્રમ્પે તે ‘રસ્તાઓ’ વિશે વિગતવાર જણાવ્યું ન હતું, પરંતુ તેમણે ખૂબ વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે, લોકો પણ ઇચ્છે છે કે તેઓ ત્રીજા કાર્યકાળ માટે આવે. તેઓ અત્યાર સુધીના કોઈપણ રિપબ્લિકન રાષ્ટ્રપતિ કરતાં વધુ લોકપ્રિય છે.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, એક સ્થાનિક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેઓ તેમના ત્રીજા કાર્યકાળ વિશે વિચારી રહ્યા છે. ઇન્ટરવ્યુમાં, તેમને તેમની ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું. આના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું, ‘હું ત્રીજા કાર્યકાળ વિશે વિચારી રહ્યો છું. ના, હું મજાક નથી કરી રહ્યો. તમે જાણો છો કે એવા ઘણા રસ્તાઓ છે, જેમાં તમે આવું કરી શકો છો.’

Donald Trump

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને તે પદ્ધતિઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈપણ જણાવવાનો ઇનકાર કર્યો. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ તેમની સામે એક કાલ્પનિક દૃશ્ય રજૂ કર્યું કે, શું એવું થઇ શકે કે, તેમના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડે અને ત્યાર પછી તેમને (ટ્રમ્પ) સત્તા સોંપી દે? આના પર ટ્રમ્પે કહ્યું કે હા, આ પણ એક રસ્તો છે, પરંતુ આ સિવાય પણ બીજી ઘણી રીતો છે. ટ્રમ્પે કહ્યું, ‘ઘણા લોકો ઇચ્છે છે કે હું આવું કરું.’ તેમણે દાવો કર્યો હતો કે, તેઓ આજ સુધીના કોઈપણ રિપબ્લિકન રાષ્ટ્રપતિ કરતાં વધુ લોકપ્રિય છે.

ટ્રમ્પે કહ્યું કે તેમને (રાષ્ટ્રપતિનું) આ કામ ખૂબ ગમે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ તેમના ઉપપ્રમુખ જેડી વાન્સને કમાન સોંપવા માંગતા નથી? આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, આ વિશે હમણાં વિચારવું ખૂબ જ વહેલું ગણાશે. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે તેમના ત્રીજા કાર્યકાળ વિશે વાત કરી હોય. તેમણે અગાઉ જાન્યુઆરીમાં હાઉસ રિપબ્લિકન રીટ્રીટ દરમિયાન અને આ મહિનાની શરૂઆતમાં સેન્ટ પેટ્રિક ડે કાર્યક્રમમાં પણ આ વિશે વાત કરી ચુક્યા છે.

Donald Trump

1951માં, US બંધારણના 22મા સુધારામાં એ ઉમેરવામાં આવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ફક્ત બે વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે છે. નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના બંધારણીય કાયદાના નિષ્ણાત જેરેમી પોલે એક સમાચાર ચેનલને જણાવ્યું હતું કે, ટ્રમ્પના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાનો કોઈ કાનૂની આધાર નથી. નોટ્રેડેમ યુનિવર્સિટીના ચૂંટણી કાયદાના પ્રોફેસર ડેરેક મુલરએ પણ પોલના મુદ્દાને ટેકો આપ્યો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિના કાર્યકાળની મર્યાદાને પાર કરવાનો કોઈ જાદુઈ રસ્તો નથી.

Leave a Reply

error: Content is protected !!