fbpx

સુરતમાં ફરી એક યુવતી સગીરને ભગાડી ગઇ

Spread the love
સુરતમાં ફરી એક યુવતી સગીરને ભગાડી ગઇ

સુરતમાં થોડા દિવસ પહેલા એક શિક્ષિકા તેની પાસે ટ્યુશનમાં ભણવા આવતા સગીર વિદ્યાર્થીને ભગાડી ગઇ હતી અને એ વાત ભારે ચર્ચાનો વિષય બની હતી. હવે લિંબાયતમાં એક 19 વર્ષની યુવતી 17 વર્ષના સગીર છોકરાને ભગાડી ગઇ હોવાની ઘટના બની છે.

લિંબાયત પોલીસે કહ્યું કે, 19 વર્ષની યુવતી અને 17 વર્ષનો સગીર છોકરો બંને એક જ સોસાયટીમાં અને પડોશમાં રહે છે. સગીર યુવકના માતા-પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ કરી તો યુવતી અને છોકરો બંને મહારાષ્ટ્રના જલગાંવમાં એક ઝુપડામાં રહેતા હતા. ઘરેથી ભાગતા પહેલા યુવતી ઘરમાંથી સોનાનું પેન્ડન્ટ અને છોકરો 25000 રૂપિયા લઇને ગયા હતા.બંનેની ધરપકડ કરીને સુરત લવાયા છે.

પોલીસે યુવતી સેમ પોક્સોનો ગુનો દાખલ કર્યો છે.

error: Content is protected !!