fbpx

મુંબઇમાં 700 કરોડમાં 2 ફ્લેટ ખરીદનાર બિઝનેસ વુમન લીના ગાંધી કોણ છે?

Spread the love
મુંબઇમાં 700 કરોડમાં 2 ફ્લેટ ખરીદનાર બિઝનેસ વુમન લીના ગાંધી કોણ છે?

મુંબઇમાં એક મોટી પ્રોપર્ટી ડીલની જબરદસ્ત ચર્ચા ચાલે છે એક બિઝનેસ વુમને વર્લી રોડ પર 2 ફલેટ ખરીદ્યા છે જેની કિંમત 639 કરોડ રૂપિયા છે અને સ્ટેમ્પ ડ્યુટી સાથે ફલેટની કિંમત 703 કરોડ રૂપિયા થઇ છે.

વર્લી સી ફેસ અરબી સમુદ્ધની સામે આવેલી એક 40 માળની બિલ્ડીંગમાં ફાર્મા કંપની USVના ચેરપર્સન લીના ગાંધી તિવારીએ 32 અને 35માં માળે એમ 2 ફલેટ ખરીદ્યા છે. 22572 સ્કેવર ફુટના ફ્લેટ છે.

લીના ગાંધી તિવારીના દાદા વિઠ્ઠલ બાલક્રીષ્ણ ગાંધીએ 1961માં USV કંપની શરૂ કરી હતી. લીનાએ પોતાના દાદાના જીવન પર પુસ્તક પણ લખ્યું છે. લીનાના પતિ પ્રશાતં તિવારી અત્યારે કંપનીના મેનેજિંગ ડિરેકટર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

error: Content is protected !!