fbpx

પ્રાંતિજ ખાતે આવેલ વડ ની ફરતે ઓટલો બનાવવા વત્ત કરતી મહિલાઓની માંગ

Spread the love


સાંસદ , ધારાસભ્ય , પાલિકા પ્રમુખ એક નજર ઈધર ભી……
પ્રાંતિજ ખાતે આવેલ વડ ની ફરતે ઓટલો બનાવવા વત્ત કરતી મહિલાઓની માંગ
– સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી ઓટલો બનાવી આપવા સૌભાગ્યવતી મહિલાઓ ની માંગ
– વટ સાવિત્રી ના વ્રત મા વડની ફરતે ઓટલો ટુટેલ હોય વ્રત કરતી મહિલાઓને તકલીફ પડેછે
– ૨૦૦ થી વધુ મહિલાઓ વ્રત રાખીને પુજા કરવા આવે છે
– વડ ની ફરતે બનેલ ઓટલો ટુટેલ હોય પડવાનો ભંય સંતાવે છે
       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષો જુના વડની ફરતે વર્ષો પહેલા બનાવવામા આવેલ ઓટલો સમય જતા મોટી મોટી તિરાડો પડી ગોળ ફરતે ફાટી જતા નવો ઓટલો બનાવવા વ્રત કરતી મહિલાઓની તંત્ર જોડે માંગ  


      ભારત દેશ હિન્દુ સંસ્કૃતિ તરફ વળેલો દેશ છે અને તેમા પણ ગુજરાત તો હિન્દુ સંસ્કૃતિ પંથે ચાલનાર છે જેમા ગુજરાત ની અંદર વિવિધ ધાર્મિક તહેવારો સાથે ધાર્મિક ઉત્સવો ઉજવાતા હોય છે તો હિન્દુ ધર્મની બહેનો વિવિધ વ્રત કરતી હોય છે ત્યારે તાજેતરમાંજ હિન્દુ ધર્મની સૌભાગ્યવતી મહિલાઓ પતિ -પુત્ર ના દીધાયુ અને સલામતી માટે વ્રત કરતી હોય છે તે વટ સાવિત્રી વ્રત ની મહિલાઓ દ્રારા તાજેતરમાંજ ભાવભેર પ્રાંતિજ તથા તાલુકાની મહિલાઓએ ઉજવણી કરી હતી ત્યારે પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ શાળા નંબર બે પાસે આવેલ વર્ષો જુનો વડ છે અને પ્રાંતિજ ખાતે રહેતી મોટાભાગ ની મહિલાઓ આ વડ ની વટ સાવિત્રી ના વ્રત ના દિવસે અહી આ વડ ની અંદાજે ૨૦૦ થી વધુ મહિલાઓ દિવસ દરમ્યાન પુજા કરવા આવે છે અને વડ ની ફરતા સુતરની આટી ના ફેરા ફરતી હોય છે ત્યારે વર્ષો પહેલા  આ વડ ની ફરતે બનાવેલ ઓટલો છેલ્લા ત્રણ વર્ષ થી ફાટી જતા મોટી મોટી તિરાડો પડતા અહી વ્રત કરવા આવતી મહિલાઓને પડી જવાનો ભંય અને ઓટલો ઉચા નીચો થઈ જતા ઠેસ વાગવાનો ભંય સતાવે છે તો વડ નુ કદ વધતા ઓટલાની સાઈડ પણ હાલતો નાની થઈ જતા મહિલાઓ ને જોડે જોડે એકબીજી મહિલા સાથે ફેરા ફરવામા તકલીફ પડે છે

તો આ વડ ભાંખરીયા બસસ્ટેશન પાસે હોય આડા દિવસોમા ઉનાળા મા રાહ દારી લોકો ગરમી ને લઈ ને આ વડ ના ઓટલા ઉપર ઠંડક મા બેસે છે તો આ ઓટલો ચારેય બાજુથી ફાટી જતા મોટી મોટી તિરાડો પડી જતા હાલ બેસવા લાયક પણ નથી તો વ્રત કરતી મહિલાઓને વડ ની ફરતે ચાલવુ પણ મુશ્કેલ બન્યુ છે ત્યારે ૨૦૦ થી વધુ વ્રત કરતી સૌભાગ્ય વતી મહિલાઓ દ્રારા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા તેવોની ગ્રાન્ટ માંથી તથા પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા દ્રારા તથા પ્રાંતિજ પાલિકા દ્રારા સહભંડોર કે નગર આયોજન જેવી ગ્રાન્ટ માથી વડ ની ફરતે નવે સરથી ઓટલો બનાવી આપવામા આવે તેવી વ્રત કરતી મહિલાઓ ની માંગ હાલતો ઉઠવા પામી છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે સાંસદ , ધારાસભ્ય , કે પાલિકા પ્રમુખ , પ્રાંતિજ પાલિકા કે પછી તંત્ર દ્રારા આ વર્ષો જુની ધરોહર સમાન વડ અને દરવર્ષે પુજાતા આ વડ ને ફરતે નવો ઓટલો બનાવી વ્રત કરતી બહેનોની માંગ પુરી કરશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિત જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!