fbpx

ધરાતા નથી અમુક પોલીસવાળા, વોન્ટેડ લિસ્ટમાંથી નામ કાઢવા 3 લાખ માંગ્યા

Spread the love
ધરાતા નથી અમુક પોલીસવાળા, વોન્ટેડ લિસ્ટમાંથી નામ કાઢવા 3 લાખ માંગ્યા

પોલીસ ખાતમાં ભ્રષ્ટાચાર છે એવી વાતો ઘણી વખત થતી હોય છે, પરંતુ જ્યાં સુધી પુરાવા ન મળે ત્યાં સુધી કોઇની પર આરોપ લગાવવો મુશ્કેલ હોય છે. પરંતુ હવે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ગુજરાતના 2 પોલીસ કોન્સ્ટેબલને પકડી પાડ્યા છે, જેઓ લાખો રૂપિયાની લાંચ માંગતા હતા.

એક ચીટીંગની ફરિયાદમાં હેરાન નહીં કરવા માટે જામનગરના PSI અને રાઇટર ધમ મોરીએ 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ACBઓ લાંચનું છટકું ગોઠવ્યું અને લાંચ લેવા આવેલો  SOGનો કોન્સ્ટેબલ ઝડપાઇ ગયો હતો. PSI અને રાઇટર ફરાર થઇ ગયા છે.

ગાંધીનગરના ચીલોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજ સિંહે વોન્ટેડ લિસ્ટમાંથી રાહત આપવા 3 લાખની લાંચ માંગી હતી અને છેલ્લે 1.10 લાખ આપવાનું નક્કી થયું હતું. પરંતુ  ACBએ યુવરાજ સિંહને પકડી લીધો છે.

Leave a Reply

error: Content is protected !!