fbpx

સુરત ડાયમંડના કેરેટ એક્સ્પોમાં 100 કરોડથી વધુનો બિઝનેસ

Spread the love
સુરત ડાયમંડના કેરેટ એક્સ્પોમાં 100 કરોડથી વધુનો બિઝનેસ

ડાયમંડ ઉદ્યોગ માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લાં 3 વર્ષથી મંદીના અજગર ભરડામાં ફસાયેલા આ ઉદ્યોગમાં આશાનું એક કિરણ દેખાયું છે. તાજેતરમાં અમેરિકામાં JCK લાસવેગાસ શોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યા પછી તાજેતરમાં સુરત ડાયમંડ એસોસિયેશન દ્રારા યોજાયેલા છઠ્ઠા કેરેટેસ- સુરત ડાયમંડ એક્સ્પો-2025ને પણ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સુરત ડાયમંડ એસોસિયશેના પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યુ કે, 3 દિવસનું પ્રદર્શન એક ખાનગી હોટલમાં યોજાયુ હતું જેમાં ભાગ લેનારા તમામ હીરાઉદ્યોગકારોના ચહેરા પર ખુશી દેખાતી હતી.

ઉદ્યોગના લોકો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ આ પ્રદર્શનમાં 100 કરોડ રૂપિયાથી વધારેનો બિઝનેસ થયો છે.

છેલ્લાં બે પ્રદર્શનથી મળી રહેલા પ્રતિસાદને કારણે ઉદ્યોગકારોને આ વખતની દિવાળી સારી જવાનો આશાવાદ જાગ્યો છે.

error: Content is protected !!