
પ્રાંતિજ ના ટોલટેક્સ પાસે અકસ્માત મા બે ના મોત
– રાત્રી ના કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
– કારે ટક્કર મારતા સીતવાડા ના બન્ને યુવાનો ના મોત નિપજાયા
– ચાર બહેન વચ્ચે એક ના એક ભાઇ નુ અકસ્માત મા મોત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે રાત્રી ના સમયે કાર ચાલકે બાઇક ને અડફેટે લેતા બાઇક ઉપર જઇ રહેલ બન્ને યુવાનોનુ મોત નિપજ્યુ






અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવ-૪૮ પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે રાત્રી ના ૧૨ વાગે પ્રાંતિજ ના સીતવાડા ખાતે રહેતા બે યુવાનો પોતાનુ બાઇક લઇ ને પ્રાંતિજ રાધિયા ના વડ ખાતે આવેલ હોટલ ખાતે આવી રહ્યા હતા તે દરમ્યાન પાછળ થી ફુલફાસ્ટ આવતી કાર નંબર- GJ09BM 0732 આગળ જઈ રહેલ બાઇક નંબર-GJ09DM2902 ને ટક્કર મારી અડફેટે લેતા બાઇક ઉપર જઇ રહેલ રણવીર સિંહ તથા અનિરૂધ્દ્ર સિંહ બન્ને યુવાનો રોડ ઉપર પટકાયા હતા અને બન્ને ને શરીરે જીવલેણ ઈજાઓ પોહચી હતી જેમા સીતવાડા ખાતે રહેતા રણવીર સિંહ મોતીસિંહ રાઠોડ ને માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઇજાઓ પોહચતા જ ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ તો અનિરૂધ્દ્ર સિંહ કરણસિંહ રાઠોડ ને શરીરે જીવલેણ ઇજાઓ પોહચતા પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામા આવ્યો હતો અને ત્યાથી હોપ હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યો હતો જયા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ તો કાર ચાલકે બાઇક ને ટક્કર મારી કાર રોડ ઉપર ગુલટી ખાઇ ગઇ હતી અને કાર નો આગળ નો ભાગ કુચડો થઈ ગયો હતો અને કાર નો સાઇડ નો ભાગ બેસી ગયો તો બાઇક નો કુચડો થઈ ગયો હતો તો અનિરૂધ્દ્ર કરણસિંહ રાઠોડ ચાર બહેનો વચ્ચે એક પુત્ર ના મોત થયુ હતુ તો સીતવાડા ગામના બન્ને યુવાન ના મોત ને લઈ ને પરિવાર સંગાસંબધીઓ અને ગ્રામ મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા