

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ નાંખીને અનેક ઉદ્યોગોની કમ્મર તોડી નાંખી છે, પરંતુ સૌથી વધારે ખરાબ અસર જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર જોવા મળી રહી છે.જ્યારે ટ્રમ્પે 25 ટકા ટેરિફ નાંખ્યો હતો ત્યારે જ જેમ એન્ડ જ્વલેરી ઉદ્યોગ નિરાશ થઇ ગયો હતો અને હવે 27 ઓગસ્ટથી બીજા 25 ટકા ટેરિફની સાથે 50 ટકા ટેરિફમાં તો જેમ એન્ડ જ્વલેરી ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.
ભારતના જેમ એન્ડ જ્વલેરી ઉદ્યોગનો મોટા ભાગનો બિઝનેસ અમેરિકા સાથે છે. ઉદ્યોગના લોકોનું કહેવું છે કે SEZ અને મુંબઇના SEEPZમાં જે યુનિટો છે તેમણે તો અત્યારે એક દોઢ મહિનો યુનિટો બંધ રાખવાનું જ નક્કી કર્યું છે. એ પછી શું સ્થિતિ નિર્માણ થાય છે તે જોઇને નિર્ણય લેવાશે. પરંતુ આ યુનિટોના લગભગ 2 લાખ લોકો સામે બેરાજગારીની તલવાર લટકી રહી છે.